________________ 58 ભાવિતતા જીવનમાં રમતી ફરીને, એને અમલ કરીને કરીએમણે ઓછા ત્યાગ તપ કર્યા છે? ભયંકર ત્યાગ અને તપ આચર્યા છે ! એવા જોરદાર ત્યાગ અને તપસ્યાઓ કે જેના પ્રભાવે અંતરાય કર્મોને ક્ષયપશમ ઊભો થઈને અદ્ભુત લબ્ધિઓ ઊભી થઈ છે! એમાંથી એક લબ્ધિ આ વચનલબ્ધિ છે, કે જેના પ્રતાપે, વેશ્યાને ત્યાં પતિત થઈને પિતે બેઠા છતાં, રોજના દસ જણને ઉપદેશ દઈને વિરાગી બનાવી. સાધુ દીક્ષા લેવા મોકલે છે !! આ કલ્પનામાં નહિ આવે. પરંતુ આ મહાચમત્કારિક લબ્ધિઓ જિનવચનથી રંગાયેલા હૃદયે કરાતી સમ્યગ્દર્શનાદિની આરાધનાથી ઊભી થાય છે, તેથી એ આરાધનાનું મહા ફળ મહા તાકાત સમજી એ આરાધનામાં લાગી પડવું જોઈએ. એટલે આવા જબરદસ્ત. ત્યાગ અને તપ કરનારા તથા એથી અદ્ભુત લબ્ધિઓ ઊભી. કરી શકનારા ! એમને પણ મેહ નડી જાય? અને તે પણ, એમને વેશ્યાને ત્યાં બેસાડી દે એટલે બધા મેહ નડી જાય ? હા, માટે તે કહો. મેહની પરિણતિ વિચિત્ર છે. એજ વિચિત્ર મેહપરિણતિ આદ્રકુમારને જીવ જે પૂર્વભવે સાધુ, એના પર પોતાને પ્રભાવ પાડી રહી છે ! મહાપુરુષના પતનમાંથી પતનની સમજ ન લેવાય : આ ઉપરથી એમ નથી સમજવાનું કે “આવા મોટા નંદીષણ-મહાત્મા જે ઘેર ત્યાગ તપસ્યા કરનારા છતાં, જે એમના જેવાને પણ મહત્વપરિણતિ પાડી દે, તે અમારા. જેવાના શા ગજા? પછી અમે પણ ગમે તેટલા ત્યાગ કરીએ