________________ (ર) બધુમતીની બીજી વાત કે પતિ પ્રતિજ્ઞા ભાંગીને દુર્ગતિમાં ન પડે એની દયા ખાઈ રહી છે. એના પરથી આ બોધ લે છે ખરા કે કુટુંબમાંથી કઈ વૈરાગ્ય તોડી સંસાર ખેડતાં અંતે એ દુર્ગતિમાં ન પડે? એની દયા આવે ખરી ? માને કે પત્ની કે પુત્રાદિને એટલે મેહ ન હોય, તો એને એવા મેહક અને રાગવર્ધક બેલ બોલીને પિક્ચર દેખાડીને એને મેહ વધારવામાં આવે, તે એ એને દુર્ગતિમાં પાડે ! ત્યાં એની કેવી ભયંકર દુર્દશા થાય ? એની દયા આવે ખરી? કુટુંબીને મેહ વધારી એની દુર્ગતિ થાય, એની દયા કેમ નથી આવતી? વાત આ છે, કે મૂળ પાયામાં આટલે ઊંચા માનવ જન્મ અને જૈનશાસન મળ્યાની કદર નથી, કિંમત નથી, અને એટલે જ જીવનમાં ભરચક સંસારવૃત્તિ મુખ્ય છે. વાસ્તવમાં એના બદલે એવી ધર્મવૃત્તિ મુખ્ય નથી. એટલે જ અનાર્યના વસવાયાના, કે નાસ્તિકના ખેલ ખેલાય છે. પતિ ચારિત્ર લે છે : પત્ની પણ: બધુમતીએ ઉપકારના અને દયાના બંનેના ભાર માથે રાખ્યા છે. તેથી પતિને પ્રતિજ્ઞા–ભંગનું પાપ ન કરવા દેવા. અનેક રીતે સમજાવીને ચારિત્ર માટે ઉત્સાહિત કરે છે, અને અંતે પતિ ચારિત્ર લે છે. પછી તે બધુમતી પણ શું કામ ઘરમાં બેસી રહે ? એ ય ચારિત્ર લઈ લે છે. સવાલ આ છે - બધુમતી કેમ ચારિત્ર લે છે? હવે પતિ ઘરમાં છે નહિ. મારે એકલા રહીને શું કરવાનું?” તેથી ચારિત્ર લે છે એમ સમજતા નહિ. એ તે એમ સમજે છે કે પોતે અસાધ્ય રોગમાં મરી ગઈ હતી તે