________________ પતિ કહે છે આ તું શું બોલે છે? હું પ્રતિજ્ઞા ભાગું? બંધુમતી કહે “હા, હું તમારી નાડ તમારી નબળાઈ જાણું છું. મારાં સાજા થયા પછી તમે મારા પરને મેહ છેડી શકવાના નહિ, અને એથી જ સંસારત્યાગ નહિ કરી શકે.” - પતિ સામયિક કહે છે, “આવી મિથ્યા ઉત્પના રહેવા દે. જે તારે રેગ મટતે હોય, અને તું જીવતી રહેતી હોય, તે મારે સંસાર જહન્નમમાં ગયે. તું સાજી થતી હોય તો હું કેમ સંસાર ન છોડું? તારા પર મને એટલી બધી લાગણી છે કે તારા આરોગ્ય ખાતર ગમે તેટલે ભેગ આપ પડે તે આપવા તૈયાર છું.” - અહીં બંધુમતીની દૂરદર્શિતા જેવા જેવી છે. પતિ સાથે વરસે રહી છે, એટલે એ પતિની તાસીર જાણે છે. સંસારમાં સામાન્ય રીતે આ સ્થિતિ હોય છે એટલે પતિ ગમે તેટલી ડંફાસ ઠોકતો હોય પણ પત્ની એની નાડ જાણતી હોય છે, તેથી એની ઠાંસને મિથ્યાભિમાન તરીકે દેખે છે. - જ્ઞાની આપણને ઓળખે છે, છતાં આપણું ડફાસ કેટલી ! આપણી દશા પણ આવી સમજવાની છે. આપણે ગમે તેટલી ઠાંસ ઠેકીએ, બડાઈ મારીએ, પરંતુ કેવળજ્ઞાની આપ"ણને નખશીખ ઓળખે છે એટલે આપણી ઠાંસને મિથ્યાભિમાન તરીકે દેખે છે. જે એક પત્નીને પતિનું અંતર્ગત કશું છૂપું નથી, તે અનંત જ્ઞાનીને આપણું શું અંતર્ગત છૂપું હોય? જે છૂપું ન હોય તે આપણે આપણી નબળાઈઓને