________________ 33 દશા છે. તો ય ત્યાગ તપ વગેરે ધર્મ કરે છે, પરંતુ દેવાને, ભાર મનને વ્યાકુળ રાખી સમાધિપૂર્વક ધર્મ સાધવાની આડે આવે છે, એટલા માટે વિચારે કે “આમ દેવાની પીડામાં મારે ત્યાગ–તપ વગેરે અમૂલ્ય ધર્મ સાધવાનું ગુમાવાય છે, તેથી નિર્ધાર કરે કે “જે દેવું પતે તે ત્યાગ–તપ વગેરે ધર્મની આરાધના સારી ક” તે એ સજ્ઞાનદશા છે; કેમકે | મુખ્ય ઉદ્દેશ દેવું પતાવવાને નહિ, પરંતુ ત્યાગ તપ વગેરે ધર્મ દ્વારા આત્માનું સુધારી લેવાને હેઈ એ સજ્ઞાનદશા છે. માત્ર દેવાના કારણે ઊભી થયેલી તંગ દશા એટલે ચિત્ત અસમાધિમાં રહેતું હોવાને લીધે ત્યાગ–તપની ઉજમાળતા નથી થતી. કેમકે દેવાની અસમાધિ ત્યાગ–તપ વગેરે ધર્મની આડે આવે છે. માટે સમાધિપૂર્વક ધર્મસાધના થાય એ ઉદેશથી દેવાની એ આડ દૂર કરવાની માગણી હોય તે એ સજ્ઞાનદશા છે. આમાં સ્પષ્ટ છે કે ધર્મ કરવાને નિર્ધાર દેવું ફિટાવવા માટે નથી, પરંતુ ધર્મને નિર્ધાર તે આ જનમ ધર્મ વિના બરબાદ જાય છે તે બરબાદી અટકાવવા, ને જનમ સુધારી લેવા માટે છે, આ સજ્ઞાનદશા છે. સારાંશ, આ જન્મને ધન-લેજ વિષય-રંગ અને શરીર-સુખરિતામાં બરબાદ થતું અટકાવી, ત્યાગ-તપ-જિનભક્તિ વગેરે ધર્મથી સુધારી લેવાને ઉદ્દેશ હોય, તો એ ઉદ્દેશથી ધર્મને નિર્ધાર એ શાનદશા છે.