________________ જ્યારે ગુણ ગાય? કેવા ધર્મના ગુણ ગાય? શુદ્ધ ધર્મના કે પગલિક આશંસાવાળા મલિન ધર્મના? સમજી રાખજે કે ઈન્દ્ર મહાન સમકિતધારી છે, અને અવધિજ્ઞાની છે એ જેવા તેવા મલિન ધર્મના ગુણ ગાય નહિ. સુલસાએ ધર્મ વધાર્યો તે શું પુત્ર લેવા ધર્મ નથી વધાર્યો? પુત્ર તે એને જોઈએ જ છે, એટલે ઉપર ઉપરથી એમ લાગે કે ધર્મ પુત્ર લેવાના ઉદ્દેશથી વધાર્યો, પરંતુ વાસ્તવમાં પતિને અસમાધિ રહેતી ને એમાં આર્તધ્યાન થાય તેમજ દેવદર્શનાદિ ધર્મ સાધનાઓ સ્થિરતા અને ઉલ્લાસપ્રસન્નતાથી નહોતી થતી, એ અસમાધિ આદિ અટકાવવા ધર્મ વધાર્યો. * પતિની અસમાધિ આદિ અટકાવવા, અને સમાધિ –શુભધ્યાન તથા સ્થિરતા-ઉલ્લાસ-પ્રસન્નતા લાવવા તથા એ પૂર્વકની ધર્મ આરાધનાનું સંપાદન કરાવવાના ઉદ્દેશથી. ધર્મ વધાર્યો. આ શુભ ઉદ્દેશ છે. શુભ ઉદ્દેશના હિસાબે સુલસાની ધર્મવૃદ્ધિ એ પ્રશસ્ત છે, નિર્મલ ધર્મક્રિયા છે, મલિન ધર્મકિયા નહિ. માટે જ ઈજે એની ધર્મસ્થિરતાધર્મસત્ત્વની પ્રશંસા કરેલી. એજ આદ્રકુમારના જીવન પૂર્વભવે શ્રાવકપણાના અવતારમાં “પત્ની સાજી થઈ જાય તે હું ચારિત્ર લઉં, - એ નિર્ણયમાં પણ માત્ર મેહથી પત્નીના આરોગ્યને ઉદેશ નથી, પરંતુ પની એક ધર્માત્મા અને સ્નેહી છે, તે એના આરોગ્ય ખાતર ભેગ આપે એ પણ નિર્મળ ઉદ્દેશ છે. પત્ની સાજી થયા પછી પતિની સુસ્તી: હવે એવું બને છે કે આ પ્રતિજ્ઞાને કેક પ્રભાવ પડે કે એ પછી પત્ની બધુમતીને રેગ મટી ગયે! અને એ