________________ 34 એથી ઉલ્ટ, ધનમાલ, વિષયરંગ અને શરીર–સુખાકારિતાના ઉદ્દેશથી ઘર્મને નિર્ધાર એ અજ્ઞાનદશા છે ! સુલસી શ્રાવિકાએ પુત્રાર્થે ધર્મ વધાર્યો :હવે જુએ તુલસા શ્રાવિકાને દાખલે. એ જુએ છે કે પતિને ઘણું સમજાવવા છતાં એમને પુત્ર ન હોવાનું માનસિક ભારે દુઃખ-ઉદ્વેગ–અસમાધિ મટતા નથી. તેથી આમ જે અસમાધિ જ રહ્યા કરે, તે એમની ધર્મસાધના સ્વસ્થતા સ્થિરતા અને ઉલ્લાસથી થાય નહિ; અને પુત્ર નહિ હેય તે એમની અસમાધિ મટશે નહિ, માટે હું ધર્મને જ આશ્રય લઉં. આ જગતમાં ધર્મ માતા છે. પિતા છે, ભાઈ છે, મિત્ર છે, ધર્મ એ કલ્પવૃક્ષથી અધિક છે. કલ્પવૃક્ષ માત્ર બાહ્ય સંપત્તિ આપે, ધર્મ આભ્યન્તર પણ સંપત્તિ અને સદ્ગતિ આપે છે. ધર્મથી શું સિદ્ધ નથી થતું? તેથી ધર્મ જ મારે શરણ્ય છે.” એમ કરી એણે ધર્મનું જોર વધાર્યું. આમ તો એ ધર્માત્મા શ્રાવિકા હતી જ, પરંતુ ત્યાગ તપ નિયમ વગેરે ધર્મમાં વૃદ્ધિ કરી, અને જિનભક્તિ આવશ્યક વગેરે જે ધર્મ નિય. મિત કરતી હતી તેમાં વેગ–જેમ-વીયેલ્લાસ અને ભાલ્લાસ વધા! તે પણ દઢ મનથી, એટલે કે કદાચ શરીરને કષ્ટ પડવા માંડ્યું, કે સંસારમાં બીજી અગવડ નડવા માંડી, ચા સંસારના કાર્ય સદાવા માંડયા, કે કેઈ ઉપદ્રવ આવ્ય, તે પણ વધારેલા ધર્મ અને ધર્મપરિણતિમાંથી ચસકવાની વાત આ એની જે ધર્મમાં દઢતા સ્થિરતા અને સ્થિતપ્રજ્ઞતા અની, તેના ઉપર દેવલોકમાં ઈન્દ્ર ગુણ ગાયા ! વિચારે ઇન્દ્ર