________________ અજ્ઞાનદશા અને સજ્ઞાનદશા આમાં ખાસ આ જોવાનું છે કે રેગની પીડા સહન નથી. થતી માટે પીડા મિટાડવા ચારિત્ર લેવાનો નિર્ણય નથી કરતા. રાજાને સદાબાજી કરવી નથી કે “હું ચારિત્રને નિર્ધાર કર્યું તે મારે રેમ મટે.” ના, ચારિત્રને નિર્ણય રેગ મટાડવા નહિ નહિ - કિત ચારિત્ર સાંસારિક અનેકના ઘેરાવારૂપ સંઘર્ષ તથા. આત્મામાંથી રાગ-દ્વેષ રતિ–અરતિ, કામક્રોધ, મદમાયા વગેરે વગેરેના કોલાહલ શાંત કરે છે, માટે એ લેવાનો નિર્ધાર કરે છે. માત્ર, એ ચારિત્ર લેવામાં દાહજવરની જાલિમ પીડા આડે આવે છે તેથી ઈછયું કે રેગ જાય એટલે તરત ચારિત્ર લઉં.” ધ્યાન રાખો - ચારિત્રને નિર્ધાર માત્ર શારીરિક રંગ-પીડા મટાડવા માટે, એ અજ્ઞાનદશા છે. રેગ મટીને ચારિત્રને નિર્ધાર એ અનેકતામાં થતા સંઘર્ષ અને રાગાદિના કેલાહલ મિટાડવા માટે, એ સજ્ઞાનદશા છે. આ ભેદ સમજવા જેવું છે, જેથી વિવેકથી થતી ધર્મકિયા પર અધર્મને બેટો સિક્કો ન મારી બેસાય. ચારિત્ર તે ઊંચે ધર્મ છે, પરંતુ એની નીચેના ધર્મો માટે પણ અ હિસ્રમ છે કે- દા. ત. માથે દેવું ચડી ગયું હોય, લેણિયાત તંગ કરતા હોય, ત્યાં જે એમ નિર્ધાર કરે કે જે આ દેવું ફાટી જાય તે ત્યાગ –તપ વગેરે ખૂબ ધર્મ કરું” આમાં ધર્મના નિશ્ચયથી દેવામાંથી છુટકારો મળે એટલે જ ઉદ્દેશ હેય, તે એ અજ્ઞાન