________________ 30 પ્રવ- તે શું ચારિત્ર લેવાના નિધનથી એવા જાલિમ રેગ મટે? ઉ– હા, જુઓ અનાથી મુનિએ એ નિર્ધાર કર્યો, અનાથી મુનિ અને નમિ રાજર્ષિને ચારિત્રનિર્ણયથી - અસાધ્ય રોગનાશ : રોગ જાયે જે આજની રાત, તે સંયમ લેઉ પ્રભાત, ભંભસારે વનમાં ભમતાં, નષિ દીઠે શ્યવાડી રમતાં.” અને ખરેખર એજ રાતે અનાથીને જાલિમ અને અનેક કિંમતી દવાઓથી પણ નહિ મટેલે દાહવરને રોગ મટી ગયા ! નમિરાજર્ષિને પણ એમ બનેલું. એમને પણ દાહજવર હતો. દવા કોઈ કામ કરતી નહતી. રાણુઓ ચંદન લસોટી - લસેટી રાજાના શરીરે વિલેપન લગાડી લગાડી વિલેપન ભીનાં ભીનાં રાખતી. છતાં રાજાને દાહ મટે નહિ. તેથી રાજા -આંખ મીંચીને પડી રહેતા. એમાં રાણીઓના ચંદન ઘસવામાં કંકણના થતાં ઘર્ષણના અવાજને નમિરાજા પીડાવશ સહન ન કરી શકવાથી મચેલી આંખે પૂછે છે. આ કેલાહલ શાને છે?” રાણીઓ કહે “મહારાજા ! એ ચંદન વાટતાં કંકણ અરસપરસ અફળાય છે, એના થતાં ઘર્ષણને અવાજ છે.” અહીં રાણીઓ સમજી ગઈ કે “મહારાજાને આ અવાજ સહન થઈ શકતો નથી, તે અવાજ બંધ કરવો જોઈએ, એટલે એમણે સૌભાગ્યનું એક કંકણ રાખી બાકી બીજા કંકણું હાથ પરથી ઉતારી નાખ્યા ઘર્ષણ–અવાજ બંધ થઈ