________________ 29 વવી જોઈએ, ને તે શ્રદ્ધા સાથે ચારિત્ર લેવા રૂપી કિંમત ચુકવવી છે. એમાં શ્રાવક એ જુએ છે કે મારા કહેવાથી, પત્ની કદાચ એમ નકકી કરે કે “આ રેગ જાય તે માટે ચારિત્ર લેવુંપરંતુ એને જે શ્રદ્ધા ન હોય, શંકા હોય, કે આ સંકલ્પથી રોગ જાય કે કેમ કોને ખબર ?" તે સંકલ્પ કરવા છતાં કાર્યસિદ્ધિ ન થાય. શંકાએ કાર્ય સિદ્ધ ન થાય. કાર્ય સિદ્ધિ તે કરવી જ છે, અને પિતાને પાકી શ્રદ્ધા છે કે પતે ચારિત્ર લેવાનું નક્કી કરે, તે પત્નીને રેગ જાય, આમ પિતાની શ્રદ્ધાથી કાર્યસિદ્ધિ દેખી એટલે પણ. ચારિત્ર લેવાનું શ્રાવકે પોતે જ પોતાના માથે રાખ્યું. પણ પત્નીના માથે ન મૂક્યું. આમાં એ તો વસ્તુ છે જ કે પત્ની પરના પ્રેમથી પોતે જાતે ભેગ આપવાનું કરવું. આટલા માટે તો શાણા પુત્ર માબાપનાં કાર્ય ભાઈઓને ન ભળાવતાં જાતે કરે છે કેમકે સમજે છે કે “એ કાર્ય ભાઈઓ કરી તે આવે, પરંતુ કદાચ માબાપ પ્રત્યે એટલી ઊછળતી ભક્તિ અને ભારે શ્રદ્ધાથી ન કરે ! અને પિતાને માતાપિતા પર અત્યંત બહમાન અને શ્રદ્ધા છે, તેથી પોતે ભક્તિભાવથી એમનાં કાર્ય બજાવી શકે.” આમ માબાપ પર પ્રેમ છે માટે એમના કાર્યમાં શાણો દીકરે જાતે ભોગ આપે છે. આમ અહીં પણ શ્રાવકને શ્રદ્ધા છે કે “પોતે ચારિત્ર. લેવાનો નિર્ધાર કરે તે પત્ની બંધુમતીને અસાધ્ય પણ રેગ. મટી જાય.” એવી શ્રદ્ધા કદાચ પત્નીને ન હોય તે કાર્ય સિદ્ધિ ન થાય એટલે પણ ચાગ્નિ લેવાનું પોતાને માથે રાખ્યું પૂછો -