________________ 14 વસાયનું સ્વનું ય કયાં પડ્યું છે? તે પછી એવી મેહક વસ્તુ ભેટ આપીને શે સાર કાવ્યો? આપણે આ જનમ આપણી જાતને અને બીજાઓને શુભ અધ્યવસાયમાં ઝીલતા રાખવા માટે છે? કે અશુભ ‘ભામાં ડુખ્ય રાખવા માટે છે? પણ જ્યાં પોતાની જ જાત માટે શુભ ભાવમાં ઝીલતા રહેવાની પડી ન હોય ત્યાં બીજાના માટે તે આ વિચાર આવે જ શાને? કે “એને હું શુભ ભાવ કરાવું? એને શુભ ભાવ થાય એવી ભેટ આપું? શુભ ભાવ થાય એવા - વચન બોલું ને એવી પ્રવૃત્તિ કરાવું?” પિતાને માટે નહિ, તે બીજા માટે તે આ વિચાર આવે જ શાને? ત્યારે ભૂલશે નહિ માનવ અવતાર એ શુભ ભાવમાં જાતે ઝીલતા રહેવા અને બીજાને ઝીલતા રાખવા માટે શ્રેષ્ઠ અવતાર છે. ત્યાં રેજના અશુભ ભાવ કેટલા સેંકડો? ઝાડપાન, કીડામડા કે પશુ પંખીના જનમમાં હતા તે કયા શુભ ભાવ ચાહીને કરી શકવાના હતા? ત્યાં ધર્મ– અધર્મને વિવેક જ નથી, પછી શા શુભ ભાવ ત્યાં કરી શકાય? કવિ કહે છે - “તિર્યંચતણ ભવ કીધા ઘણેરા, વિવેક નહિ લગાર, નિશિ દિનને વ્યવહાર ન જાણે, કિમ ઉતરાયે પાર ? વહ જિનાજી! અબ હું શરણે આવે.”