________________ રહે એટલે મારું શું થાય? એ મરી ગયે મારું શું થશે? પરંતુ પત્ની પરની દયાથી કે “આ બિચારી ધર્માત્માને આ રિગ ! શું આને રેગ ન મટે? આનું શું થશે ? એ દયાથી દુઃખી છે. ' સામયિકને સ્વાર્થ–માયા નથી, પરંતુ પત્ની પર લાગણી છે, દયા છે, એટલે એને વિચાર આવે છે કે “આમાં વૈદકીય દુન્યવી ઈલાજ કાગ્રત થતા નથી, તે હવે કઈ આધ્યાત્મિક ઈલાજ અજમાવવા દે” શું આધ્યાત્મિક ઈલાજ કરવાને ? પ્રભુનું નામસ્મરણ? પ્રભુને પ્રાર્થના? નવકાર સ્મરણ? ના, એ તો જુએ છે કે “એ તે હું કરું જ છું. પરંતુ મારું એવું શ્રદ્ધાબળ નથી કે એ ઈલાજ કારગત થાય. જેમ વૈિદ્યની દવા પણ શ્રદ્ધા હોય તો કામ કરે છે, ને એવી શ્રદ્ધા ન હોય તે સારી પણ દવા ફેઇલ જાય છે એમ પ્રભુનું નામ એ દવા છે, છતાં એવું આપણું શ્રદ્ધાબળ ન હોય તે એ ન ફળે. શ્રદ્ધાબળ મેટી ચીજ છે, માટે તે કલ્યાણમંદિર” તેત્રમાં આવે છે ને કે 'पानीयमप्यमृतमित्यनुचित्यमानं किं नाम नो विषविकारमपाकरोति ?' અર્થાત્ પાણીને ભાવના આપવામાં આવે કે “આ અમૃત છે આ અમૃત છે,” તે શું એ પાણીથી વિષને વિકાર દૂર નથી થતું? થાય જ છે. આમાં કોણે કામ કર્યું ? કહે “આ પાણી એ અમૃત છે, એવા શ્રદ્ધાબળે કામ કર્યું. માટે આવ્યા ત્મિક ઉપાય પર શ્રદ્ધાબળ જોરદાર જોઈએ.