________________ દેખવાના પાછળ લખલૂટ વાર રાગ-આસક્તિ–મમતા કરે છે, કામક્રોધાદિ દુર્ગુણે સેવે છે, અને પાર વિનાના હિંસામય આરંભ-સમાર, જૂઠ-અનીતિ.....વગેરે પાપાચરણે કરે છે. મૂળ કારણ, વિષમાં સુખને ભ્રમ છે, વિષયાસ છે, સુખની આસક્તિ છે. એ વિપર્યસ્ત મતિ છે, બ્રાન્ત-બુદ્ધિ, અને આસક્તિ છે. આ ભ્રમના અને આસક્તિના મૂળ પાયા પર જ અનેક દોષ દુર્ગણે અને પાપાચરણો ચાલે છે. તેથી જીવ કર્મોથી ભારે લેપાઈ અનંત અનંત કાળથી આ સંસારની ચારે ગતિઓમાં અને ચોરાસી લાખ યોનિઓમાં ભટક્યા કરે છે ! મૂળ કારણ, દુઃખના સાધનમાં સુખને બ્રમ, વિપર્યાસ, આસક્તિ. આમાર પૂર્વભવે સામયિક શ્રાવક : આદ્રકુમારને જીવ પૂર્વભવે સામયિક નામને વણિક શ્રાવક બનેલ છે. એની પત્ની બધુમતી એકવાર બિમાર પડતાં વઘના ઉપચાર કરાવ્યા છતાં પણ એને ઠીક ન થયું, એટલે વણિક ચિંતામાં પડ્યો કે “હાય! ત્યારે આને સારુ નહિ થાય ?" પત્ની પર એને પ્રેમ એટલે બધે છે કે પિતાના દુખે પત્ની જેટલી દુઃખી છે, એના કરતાં આ પત્નીના દુઃખથી વધારે દુઃખી છે ! પત્ની પણ ધર્મ પામેલી છે એટલે આવા અસાધ્ય જેવા બની ગયેલા રોગમાં પણ શાંતિ ચેન અનુભવે છે; આકુળ વ્યાકુળ થતી નથી, ત્યારે આ એના પતિને પત્નીના રોગથી ચેન નથી, શાંતિ નથી, આકુળતા-વ્યાકુળતા થાય છે. એટલે બધે એ એના પર આસક્ત છે મેહાંધ છે. મોહની કેવી શિરજોરી છે! સેગી દુ:ખી નહિ, મોહાંધ દુ:ખી. ત્યારે દુઃખ કર્યું મોટું? રેગનું? કે મેહનું? કહે, રેગનું દુ:ખ મેટું નહિ. બધુમતીને રોગ છે છતાં એટલી