________________ 3. આદ્રકુમારને પૂર્વભવ આદ્રકુમાર પૂર્વભવમાં એક સામયિક નામે વણિક-પુત્ર હતે. મેટો થતાં બાપે એને બધુમતી નામની કન્યા પરણાવેલી. એકવાર સદ્દગુરુને વેગ થતાં બેધ પામીને એણે સજોડે આર વ્રત લીધા. સુંદર જિન-ભક્તિ, સાધુ-સમાગમ વગેરે કરતાં કરતાં એની ધર્મભાવના વધતી ચાલી. જડભરતને સાધુસમાગમ શું કામ કરે છે? જડ ભરતને પણ ધર્મ ચેતનાવાળો બનાવી દે છે! માટે જ ધર્મ–શ્રવણુંને યે આ આર્ય માનવ-જન્મમાં સદ્દગુરૂને સમાગમ મહવને છે. એ સત્સંગ બહુવાર કરતા રહેવાથી એ સાધુ-પુરુષના ત્યાગ-ધર્મની આપણી ઉપર છાયા પડે છે, આપણને પણ એમ થયા કરે કે “હું કયારે આ સર્વ ત્યાગ કરું! એ ન થાય ત્યાં સુધી પણ વિવિધ ત્યાગના વ્રત નિયમ લઉં !" આમ સત્સંગની છાયા પડવા ઉપરાંત સદ્દગુરુ પાસેથી ધર્મવાણી અને શાસ્ત્ર-વચને સાંભળવા મળે એને લાભ વળી ઓર છે. જિનવાણીના શ્રવણથી આપણા જુનજુના ભ્રમ દૂર થાય છે, જીવને અનંત અનંત કાળને મોટો ભ્રમ એ છે કે એ દુન્યવી પદાર્થોમાં સુખ દેખે છે ! વિષયોમાં સુખ જ સુખ