________________
શાંતિનું સામ્રાજ્ય હોવાથી શહેર આનંદમાં મસ્ત હતું. શહેરનાં તેજ, ગૌરવ, રૂપ એનું સંદર્ય આકર્ષણ કરી રહ્યું હતું. એ બધું આ ઘેડેસ્વારે જેતા પસાર થતા હતા. એ કુદરતી સૌંદર્યે એમનાં દિલ પ્રસન્ન કર્યા હતાં.
કાકાજી? ચાલો પાછા ફરીયે?” કુમારે કહ્યું.
“કેમ? ન્હાવાનો વિચાર નથી કે શું ?” એ પ્રેઢ પુરૂષે જણાવ્યું.
નહીં! નહીં ? દિવસ બહુ ચડી ગયો છે. આપણે કિલ્લામાં જવું જોઈએ.”
“જેવી તમારી મરજી?”
નગરના નાના મોટા દરેક માણસે એ ઘોડેસ્વારેને નમન કરી વિનય પૂર્વક માર્ગમાંથી ખસી જતા. સીપાઈઓ, તથા અધિકારી વર્ગ લશ્કરી ઢબે સલામતી આપી એમની પ્રસન્નતા મેળવવાને ઉત્સુક રહેતા. બન્નેના પોશાક રાજવંશી છતાં ફરવા જવાના જેવા શીકારી હતા. નગરના મુખ્ય દરવાજામાં પ્રવેશ કરી તેની સાથે સાથે પોતાના કીલ્લામાં ચાલ્યા ગયા.
એ પ્રેઠ પુરૂષ તે અવંતીને હાકેમ માધવસિંહ હતે. હાલમાં કેટલાક વખતથી તે મગધેવર અશોક સમ્રા માધવસિંહ સામંત ગણાતો હતો, નિયમીત રીતે મહારાજ અશોક તરફથી અવાર નવાર કારભારીઓ-હાકેમે બદલાતા હતા.
બાલકુમાર તે મગધાધિપ મહારાજ અશોકને પુત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com