________________
ધર્મબિંદુપ્રકરણ
પહેલો અધ્યાય
અદૃષ્ટ એટલે અનુમાન અને આગમથી જણાયેલા. દૃષ્ટ અને અદૃષ્ટ ઉપદ્રવોનો ભય રાખવો એ સામાન્ય ગૃહસ્થઘર્મ છે. ઉપદ્રવોનો ભય ચિત્તમાં રાખેલો તો જ થાય કે જો યથાશક્તિ તેનાં કારણોનો દૂરથી જ ત્યાગ કરવામાં આવ્યો હોય, તે સિવાય નહિ. અન્યાયથી વ્યવહાર કરવો, જુગાર રમવો, પરસ્ત્રીગમન કરવું વગેરે દૃષ્ટ ઉપદ્રવનાં કારણો છે. આ કારણો આ લોકમાં પણ જેને સર્વ લોકો જાણે છે એવી વિવિધ પ્રકારની વિડંબનાનાં સ્થાનો છે. મદિરાપાન અને માંસભક્ષણ વગેરે અદૃષ્ટ ઉપદ્રવોનાં કારણો છે. આ કારણોથી નરક વગેરેમાં દુઃખ ભોગવવા રૂપ ફળની પ્રાપ્તિ થાય છે એમ શાસ્ત્રમાં જણાવ્યું છે. આનો સારાંશ એ છે કે- આત્માને દૃષ્ટ અને અદૃષ્ટ ઉપદ્રવોનાં કારણોથી દૂર રાખવો. (૧૩)
तथा- (४) शिष्टचरितप्रशंसनम् ॥१४॥ इति ।
शिष्यन्ते स्म शिष्टाः वृत्तस्थ-ज्ञानवृद्धपुरुषविशेषसंनिधानोपलब्धविशुद्धशिक्षा मनुजविशेषाः, तेषां चरितम् आचरणं शिष्टचरितम्, यथा - लोकापवादभीरु त्वं, दीनाभ्युद्धरणादरः । कृतज्ञता सुदाक्षिण्यं, सदाचारः प्रकीर्तितः ।।९।। सर्वत्र निन्दासत्यागो, वर्णवादश्च साधुषु। आपद्यदैन्यमत्यन्तं, तद्वत संपदि नम्रता ।।१०।। प्रस्तावे मितभाषित्वमविसंवादनं तथा। प्रतिपन्नक्रिया चेति, कुलधर्मानुपालनम् ।।११।। असद्व्ययपरित्यागः, स्थाने चैव क्रिया सदा । प्रधानकार्ये निर्बन्धः, प्रमादस्य विवर्जनम् ।।१२।। लोकाचारानुवृत्तिश्च, सर्वत्रौचित्यपालनम्। प्रवृत्तिर्गर्हिते नेति, प्राणैः कण्ठगतैरपि ।।१३।। (योगबिन्दौ १२६-१३०) इत्यादि ।
तस्य प्रशंसनं प्रशंसा, पुरस्कार इत्यर्थः, यथागुणेषु यत्नः क्रियतां, किमाटोपैः प्रयोजनम्? । विक्रीयन्ते न घण्टाभिर्गावः क्षीरविवर्जिताः ।।१४।। ( ) तथा शुद्धाः प्रसिद्धिमायान्ति, लघवोऽपीह नेतरे। तमस्यपि विलोक्यन्ते, दन्तिदन्ता न दन्तिनः ।।१५।। ( ) इत्यादि ।
२४