________________
ધર્મબિંદુપ્રક૨ણ
अत्रैवार्थे उपचयार्थमाह
બીજો અધ્યાય
कृतकत्वेऽप्यतीतकालवदुपपत्तिः ॥५१॥ १०९ ॥ इति । कृतकत्वेऽपि स्वहेतुभिर्निष्पादितत्वेऽपि बन्धस्यातीतकालस्येवोपपत्तिः घटना अनादिमत्त्वस्य वक्तव्या, किमुक्तं भवति ? प्रतिक्षणं क्रियमाणोऽपि बन्धः प्रवाहापेक्षयाऽतीतकालवदनादिमानेव ॥ ५१ ॥
મ.
આ જ વિષયમાં વિશેષ જણા વવા કહે છે :
બંધ ઉત્પન્ન કરાયો હોવા છતાં ભૂતકાળની જેમ તેનું અનાદિપણું ઘટી શકે છે. બંધ પોતાના હેતુઓથી ઉત્પન્ન કરાયો હોવા છતાં ભૂતકાળની જેમ બંધના અનાદિપણાની ઘટના કહેવી. ભાવાર્થ આ પ્રમાણે છે :- બંધ પ્રતિક્ષણ ( પ્રત્યેક સમયે) કરાતો હોવા છતાં ભૂતકાળની જેમ પ્રવાહની અપેક્ષાએ અનાદિ જ છે. (જે વસ્તુ બીજા વડે ઉત્પન્ન થાય તેની આદિ હોય. જેમ કે ઘટ બીજાથી ઉત્પન્ન થાય છે, તો અમુક સમયે ઘટ ઉત્પન્ન થયો એમ ઘટની ઉત્પત્તિનો આદિકાળ છે, તેમ બંધ પણ બીજાથી ઉત્પન્ન થાય છે માટે બંધનો પણ અમુક સમયે બંધની શરૂઆત થઈ એમ બંધની ઉત્પત્તિનો આદિકાળ હોવો જોઈએ. આવી દલીલનો અહીં જવાબ આપ્યો છે કે બંધ ઉત્પન્ન થતો હોવા છતાં અમુક કાળે બંધની શરૂઆત થઈ = આદિ થઈ એમ કહી શકાય તેમ નથી. બંધ અનાદિથી છે. આ વિષયને સમજાવવા ભૂતકાળનું દૃષ્ટાંત આપ્યું છે. ભૂતકાળમાં તે તે કાળે વર્તમાનપણું હતું અને તેથી તેની ઉત્પત્તિ પણ હતી, છતાં તે ભૂતકાળ અનાદિ છે. કોઈ પૂછે કે આ ભૂતકાળ ક્યારથી શરૂ થયો? તો કહેવું પડે કે અનાદિથી છે, ભૂતકાળની કોઈ આદિ નથી. તે પ્રમાણે બંધ પ્રતિક્ષણ ઉત્પન્ન થતો હોવા છતાં આદિથી રહિત છે = અનાદિ છે.) (૫૧)
अथ यतोंऽशादनयोर्दृष्टान्त-दान्तिकभावोऽभूत् तं साक्षादेव दर्शयन्नाह - વર્તમાનતાજાં તત્ત્વમ્ ||૨||૧૧૦॥ કૃતિ ।
यादृशी अतीतकालसमयानां वर्तमानता साम्प्रतरूपता तादृशं बन्धस्य कृतकत्वं क्रियमाणत्वं, क्रियाकाल-निष्ठाकालयोश्च निश्चयनयाभिप्रायेणाभेदादेवमुपन्यस्तम्, अन्यथा वर्तमानताकल्पं क्रियमाणत्वमित्युपन्यसितुं युक्तं स्यात् ॥५२॥