________________
ધર્મબિંદુપ્રકરણ
પાંચમો અધ્યાય
(૨) ચિપ્પિત :- જન્મ થતાં જ અંગુઠો અને આંગળીઓથી જેના બે અંડકોશ મશળીને ઓગાળી નાખવામાં આવ્યા હોય તે ચિપ્પિત નપુંસક છે. આ પ્રમાણે કરવાથી આ બેનો નપુંસકવેદનો ઉદય થાય છે.
(૩) મંત્રોપહતઃ- મંત્રના સામર્થ્યથી જેનો પુરુષવેદ કે સ્ત્રીવેદ નાશ પામે અને એથી નપુંસક વેદનો ઉદય થાય તે મંત્રોપહત નપુંસક છે.
(૪) ઔષધોપહતઃ- તેવી વનસ્પતિના પ્રભાવથી જેનો પુરુષવેદ કે સ્ત્રીવેદ નાશ પામે અને એથી નપુંસકવેદનો ઉદય થાય તે ઔષધોપહત નપુંસક છે.
(૫) ઋષિશપ્ત ઃ- મારા તપના પ્રભાવથી આ નપુંસક થાઓ એમ ઋષિના શાપથી જેને નપુંસકવેદનો ઉદય થાય તે ઋષિશપ્ત નપુંસક છે.
(૬) દેવશપ્ત ઃ- આ નપુંસક થાઓ એમ દેવના શાપથી જેને નપુંસકવેદનો ઉદય થાય તે દેવશપ્ત નપુંસક છે. નિશીથસૂત્રમાં કહેલાં વિશેષ લક્ષણો દેખાતા હોય તો આ છ નપુંસકોને દીક્ષા આપે. (૩૦)
વિતે અનુજ્ઞાપના ||રૂ૧।।૩૦૦ના તા
उचिते अनुचितविलक्षणे पिण्डादौ अनुज्ञापना अनुजानतोऽनुमन्यमानस्य स्वयमेव गुरोस्तद्द्रव्यस्वामिनो वा प्रयोजनम्, यथा- अनुजानीत यूयं मम ग्रहीतुमेतदिति, अन्यथा ઞવત્તાવાનપ્રસઙ્ગાનું ||રૂ||
યોગ્ય આહાર વગેરેમાં અનુજ્ઞા માગવી. યોગ્ય આહાર વગેરે લેવું હોય ત્યારે ગુરુની અને તે વસ્તુના માલિકની અનુજ્ઞા લઇને લેવું. જો અનુજ્ઞા વિના લેવામાં આવે તો અદત્તાદાન દોષ લાગે. સૂત્રમાં પ્રયુક્ત અનુજ્ઞાપના શબ્દ અનુજ્ઞા શબ્દનું પ્રેરક રૂપ છે. પોતાની મેળે જ અનુજ્ઞા આપતા ગુરુને અને તે વસ્તુના માલિકને ‘‘આ વસ્તુ લેવા માટે મને અનુજ્ઞા આપો'' એમ અનુજ્ઞા આપવાની પ્રેરણા કરવી તે અનુજ્ઞાપના. (૩૧)
તથા
તથા
નમિત્તોપયોઃ ॥૩૨॥૩૦૧|| કૃતિ ।
निमित्ते उचिताहारादेर्ग्रहीतुमभिलषितस्य शुद्धयशुद्धिसूचके शकुने उपयोगकारणे
• દીક્ષાને અયોગ્ય પુરુષ, સ્ત્રી, અને નપુંસકનું અહીં કરવામાં આવેલું વિશેષ વર્ણન પ્રવચનસારોદ્વાર ૧૦૯મા દ્વારની ટીકાના આધારે કર્યું છે.
૨૬૪