________________
ધર્મબિંદુપ્રકરણ
આઠમો અધ્યાય
૮) ચિત્તના ઉપઘાતથી રહિત-ચિત્તનો ઉપઘાત એટલે ઉત્સાહભંગ, કંટાળો કે નિરાશા. કોઈ કામ શરૂ કરે અને તેમાં આપત્તિ આવે તો ઉત્સાહ ન ભાંગી જાય. કામ જલદી ન થતું હોય તો નિરાશ ન બને, કંટાળે નહિ. કોઈ કામમાં અપજશ મળે, લોકો નિંદા કરે, પોતાના માટે ગમે તેમ બોલે તો પણ ચિત્તને બગાડે નહિ.
૯) દેવ-ગુરુ ઉપર બહુમાનવાળા:-દેવ અને ગુરુ ઉપર બીજા કરતાં અધિક માન હોય. સંપત્તિ, સત્તા, સ્વજન વગેરે બધાથી પણ દેવ - ગુરુને અધિક માને.
૧૦) ગંભીર આશયવાળાઃ- કોઈ પણ વિષયનો ઉપલકિયો નહિ, કિંતુ ઊંડો વિચાર કરે. બોલવામાં પણ ગંભીર હોય. એટલે ગમે ત્યારે ગમે તેમ ન બોલે. આથી તેમને બીજાની નિંદામાં જરાય રસ ન હોય. બીજાની ગુપ્ત વાતને જરાય બહાર ન લાવે. બીજાએ ગંભીર ભૂલ કરી હોય તો પણ તે ગમે ત્યાં ગમે તેને ન કહે. જ્યાં કહેવાની જરૂરિયાત જણાય, જ્યાં કહેવાથી લાભ દેખાય ત્યાં જ બોલે.
ननु यदि तीर्थकृत्त्वं धर्मादेवाप्नोति तथापि कथं तदेव प्रकृष्टं धर्मफलमिति ज्ञातुं शक्यमित्याह
नातः परं जगत्यस्मिन् विद्यते स्थानमुत्तमम् । तीर्थकृत्त्वं यथा सम्यक् स्वपरार्थप्रसाधकम् ॥२॥ इति।
न नैव अतः तीर्थकृत्त्वात् परम् अन्यत् जगत्यस्मिन् उपलभ्यमाने चराचरस्वभावे विद्यते समस्ति स्थानं पदम् उत्तमं प्रकृष्टं तीर्थकृत्त्वम् उक्तरूपं यथा येन प्रकारेण सम्यग् यथावत् स्वपरार्थप्रसाधकं स्वपरप्रयोजननिष्पादकम् ।।२।।
જો કે તીર્થકરપદ ધર્મથી જ પામે છે તો પણ તીર્થકરપદ જ ઉત્કૃષ્ટ ધર્મફલ છે એમ કેવી રીતે જાણી શકાય? એવા પ્રશ્નનો ઉત્તર કહે છે :
સ્વ – પરના કાર્યને તીર્થંકરપદ જે રીતે યથાર્થ સાધે છે તે રીતે બીજું કોઈ પદ યથાર્થ રીતે સાધી શકતું નથી. આથી પ્રત્યક્ષ દેખાતા ચરાચર સ્વભાવવાળા આ જગતમાં તીર્થંકરપદથી ઉત્કૃષ્ટ કોઇ પદ નથી. (૨) एतदेव भावयति
पञ्चस्वपि महाकल्याणेषु त्रैलोक्यशङ्करम् । तथैव स्वार्थसंसिद्ध्या परं निर्वाणकारणम् ॥३॥ इति।
૩૬O