________________
ધર્મબિંદુપ્રકરણ
થએલા તારા પુત્રને અમારી કન્યા આપીએ.” ક્ષણ માત્રમાં તો તેણે બહાર સમુદ્ર લાવી નાખ્યો, તેમાં મેતાર્યને સ્નાન કરાવીને શ્રેણિક રાજાએ પોતાની કન્યા આપી. તે રાજકન્યાની સાથે શિબિકામાં આરૂઢ થએલો તે નગરના મધ્યભાગમાં જતો હતો, ત્યારે પેલી આગળની આઠ કન્યાઓ પણ ત્યાં આવી.
અતિઊંચા શિખરવાળો મનોહર મહેલ રાજાએ આપ્યો. તેમાં નવે વહુઓની સાથે ક્રીડા કરતો હતો. તેઓની સાથે બાર વરસ સુધી અખંડિત ભોગો ભોગવતો હતો. આગળ સ્વીકારેલ સંકેત પ્રમાણે દેવતા આવીને તેને પ્રવ્રજ્યાની વાત યાદ કરાવે છે, એટલે પેલી સર્વ સ્ત્રીઓ દેવતાના પગમાં પડીને ઘણાં દીન વચનોથી કરગરવા લાગી કે, અમારી ખાતર બાર વરસ પછી યાદ કરાવજો. સંસારથી ઉદ્ધાર કરવાની મતિવાળા દેવે વારંવાર આગ્રહ કર્યો, પરંતુ તે વખતે તે દેવતાના હૃદયમાં તે બંનેએ દીનતા બતાવી.
ફરી બાર વરસ પસાર થયા પછી દેવે સ્મરણ કરાવ્યું કે, “ભોગો ભોગવતાં બાર વરસ પૂર્ણ થયાં છે. આથી મેતાર્થે ઉત્તમ મુનિપણું ગ્રહણ કર્યું. નવીન નવીન નવ પૂર્વના મહા અર્થો ગ્રહણ કર્યા, ગીતાર્થ બન્યા, અને તીવ્ર તપસ્યા કરવામાં સ્થિર મનવાળા થયા. કોઇક વખત વિચરતા વિચરતા એકાકી પ્રતિમાવાળા તે મુનિવર રાજગૃહી નગરમાં પધાર્યા. ગોચરચર્યાએ ફરતા ફરતા એક સુવર્ણકારના ભવનના આંગણામાં પહોંચ્યા.
તે સમયે સુવર્ણકાર ૧૦૮ સુવર્ણમય થવો ઘડીને તૈયાર કરતો હતો. તે ત્યાં જ સ્થાપન કરીને પોતાના ભવનની અંદર ગયો. તે સમયે ત્યાં ક્રૌંચપક્ષી ક્રીડા કરતું હતું, તે ત્યાંથી જવલા ગળી ગયું. કાઉસ્સગ્ન-ધ્યાનમાં ઉભેલા મુનિએ જવલા ગળતા દેખ્યા. ક્ષણવારમાં સુવર્ણકાર અંદરથી બહાર આવ્યો અને જવલાં ન જોયાં, એટલે ભયભીત બની નજીકમાં રહેલા સાધુને પૂછયું કે, “કૃપા કરીને કહો કે, અહીથી આ સોનાના યવો કોણે હરણ કર્યા ? અહીં તમે લાંબા કાળથી ઉભેલા છો એટલે જાણતા જ હશો.
શ્રેણિક રાજા જિન-પ્રતિમાની આગળ નવન સુવર્ણના બનાવેલા ૧૦૮ જવથી દરરોજ પૂજા કરે છે. તેનો સુંદર સ્વસ્તિક રચે છે અને પછી વિસ્તારથી દેવાધિદેવને વંદન કરે છે. રાજાને દેવની પૂજા કરવાનો અત્યારે સમય થયો છે. સમય થયા પહેલાં મારે જવલાં આપવાનાં છે, તો આપ કહો. નહિંતર રાજા મારા કુટુંબ સહિત મને મરાવી નંખાવશે, માટે મારા ઉપર કરુણા લાવીને આપ કહો કે, આપે કે બીજા કોઇએ ગ્રહણ કર્યા છે. હું તમારી કે બીજા કોઇની વાત કોઇને પણ કહીશ નહિ. એટલું જ નહિ, પરંતુ તે સ્વામી ! આટલા પ્રમાણનું સુવર્ણ પણ હું તમને આપીશ. અત્યારે મારે
૪૦૫