________________
ધર્મબિંદુપ્રકરણ
માન્ય છે (=પસંદ છે), પણ વિવેકી લોકો તેમનો તિરસ્કાર કરે છે. જિનેશ્વરોએ બતાવેલી સર્વવિરતિ લાખો ભવોમાં દુર્લભ છે, તથા એકાંતિક (=દુઃખથી રહિત) અને આત્યંતિક (=અવિનાશી) સર્વસુખસમૂહને આપનારી છે. સંસારરૂપી મહાન જંગલમાં મોહનીયકર્મની વિવિધ પ્રવૃતિઓરૂપી અતિશય પ્રગટ વૃક્ષસમૂહથી સવિવેકરૂપી નેત્રોની ગતિ અટકી ગઇ છે, જરા, મરણ, રોગ અને શોક વગેરેના સંતાપરૂપ ગર્વિષ્ઠ અને ક્રૂર ઘણા પશુઓ સતત ફરી રહ્યા છે. તે જંગલ ઘણા દુર્જન માણસોએ કહેલા દુર્વચનરૂપી તીર્ણ કાંટાઓથી ભરેલું છે. તે જંગલમાં કુલકોટિમાં જન્મપરંપરારૂપ અતિગહન વેલડીઓનો દુઃખરૂપ સંચાર થાય છે. (૧. અહીં પ્રવચન સારોદ્ધાર વગેરેમાં બતાવેલ એકેંદ્રિય વગેરે જીવોની કુલકોટિ સમજવી. બધા જીવોની મળીને ૧ ક્રોડ ૯૭ લાખ અને ૫૦ હજાર કુલકોટિ છે.)
(નાગિલા આગળ કહી રહી છે:-) વળી–માત્ર ચિંતવેલા જે વિષયોથી જીવો તુરત નરકમાં પડે છે, પરિણામે કટુફળવાળા તે વિષયોમાં કોણ રાગ કરે ? જે જીવોને ચિત્તમાં ભોગસંબંધી તૃષ્ણા થાય છે તે જીવોને સંસારવૃદ્ધિની માતા જેવી તે તૃષ્ણા હજારો દુ:ખોને ઉત્પન્ન કરે છે. ઝેર ખાવું સારું છે, ભયંકર વિષવાળા સર્પોની સાથે ક્રીડા કરવી સારી છે, શત્રુઓની સાથે રહેવું સારું છે, પણ ભોગસુખોની ઇચ્છા પણ કરવી સારી નથી. કારણ કે વિષ વગેરે જીવોના એક જન્મનો નાશ કરે છે, ભોગસુખોની ઇચ્છા તો સેકડો ભવોમાં પણ જીવને મારે છે. તે મુનિ ! આ પ્રમાણે વિષયોના પરિણામે કટુફલને વિચારીને જિનશાસનના શુદ્ધ બોધવાળા તમારે પણ વિષયોની ઇચ્છા પણ ન કરવી જોઇએ.
આ પ્રમાણે તેનાથી હિતશિક્ષા અપાયેલા મુનિએ પણ પોતાના ચિત્તમાં વિચાર્યું કે જો, આ શું થયું ? ન ગુરુવાસ રહ્યો, ન તો પિતાનું ઘર રહ્યું. એમ થાઓ, તો પણ જીવતી સ્વપત્નીના દર્શન કરું, આ પ્રમાણે વિચારીને તેણે કહ્યું: હમણાં તો નાગિલાને તમે બતાવો, આગળ તે કહેશે તેમ કરીશ. તેથી નાગિલાએ કહ્યું. તે હું જ છું. તેથી તે થોડા વિલખા થઈ ગયા. લજ્જા અને ભય એ બંનેએ એકી સાથે તેમને અલંકૃત કર્યા.
નાગિલાનું મુખ જોઇને આમ-તેમ જોતા તે મૌન રહ્યા. નાગિલાએ ફરી પણ તેમને કહ્યું: ઉનાળાના મધ્યાહ્નસમયે લલાટને તપાવનાર સૂર્યમંડલ વડે તપાવાયેલા ઉખર પ્રદેશમાં થયેલી મૃગતૃષ્ણામાં ઠગાયેલા મારવાડના માર્ગના મુસાફરની જેમ થયેલી ગાઢ ભોગતૃષ્ણાથી ચંચલ હૃદયવાળા તમે દિશાઓમાં ખાલી આંખોને કેમ ફેરવો છો ? નિરો વિશિષ્ટ ધર્મની આરાધના વિના જીવોને ઇચ્છિત પદાર્થની સિદ્ધિ ક્યારેય થતી
૪૧૫