________________
ધર્મબિંદુપ્રકરણ
પૂછયું આ શું? તેણે કહ્યું હે દેવ ! આ વિષે એક વિનંતિ છે, શાલિભદ્રનો પિતા દેવોમાં ઉત્પન્ન થયો છે, તે પુત્રસ્નેહથી દરરોજ નવી નવી દેવલોક સંબંધી સુગંધીમાળા અને અલંકારો વગેરે વસ્તુઓથી એની સેવા કરે છે. આથી તે મનુષ્યને ભોગવવા યોગ્ય ભોગનાં સાધનોની ગંધને પણ સહી શકતો નથી. તેથી આપ એને છોડી દો, જેથી એ પોતાના સ્થાને જાય. તેથી રાજાથી મુક્ત કરાયેલ તે સ્વસ્થાને ગયો. આ દરમિયાન ભદ્રાએ વિનંતી કરી કે, અહીં જ ભોજન કરવા વડે શાલિભદ્ર ઉપર મહેરબાની કરો. રાજાએ સ્વીકાર્યું. પછી ભદ્રાએ બધી ય સામગ્રી કરાવી. સુંદર સ્ત્રીઓ વડે સહમ્રપાક વગેરે ઉત્તમ તેલોથી મર્દન કરાવ્યું, વિધિથી સ્નાન કરાવ્યું. રાજાએ વસ્ત્ર અને અલંકારો પહેરીને કૌતુકથી સર્વ ઋતુઓમાં અનુકૂળ એવા ક્રીડાવનમાં પ્રવેશ કર્યો. ત્યાં શાલિભદ્રને સ્નાન કરવાની નિર્મલજળથી ભરેલી વાવડી જોઇ. તેને જોવામાં વ્યગ્રચિત્તવાળા એની વીંટી કોઈ પણ રીતે વાવડીમાં પડી ગઈ. તેથી ભદ્રાએ જેટલામાં તે પાણી બીજા સ્થળે કર્યું તેટલામાં વિજળીના તેજ જેવો દેદીપ્યમાન આભૂષણોનો સમૂહ જોયો. તે આભૂષણોની વચ્ચે પોતાની વીંટી કોલસા જેવી દેખાઈ.
રાજાએ પૂછયું: આ શું ? ભદ્રાએ કહ્યું: શાલિભદ્ર અને તેની પત્નીઓના આભૂષણોનું જે નિર્માલ્ય દરરોજ અહીં પડે છે તે આ છે. તેથી વિસ્મિત ચિત્તવાળા રાજાએ વિચાર્યું અહો પૂર્વ ભવે ઉપાર્જન કરેલા પુણ્યસમૂહનો વિલાસ કેવો છે ? જેથી શાલિભદ્ર મનુષ્ય હોવા છતાં દેવના પ્રભાવથી ચિંતવ્યા વિના પાસે આવેલું બધું મળે છે. આ પ્રમાણે વિચારતા તેને ભદ્રાએ પરિવાર સાથે અનેક પ્રકારના વિશિષ્ટ રસોથી મનોહર એવા અનેક પ્રકારના આહારનું ભોજન કરાવ્યું. ત્યારબાદ અનેક પ્રકારના તાંબૂલ, વસ્ત્ર અને અલંકાર વગેરે પદાર્થો આપવામાં આવ્યા. પછી રાજા પોતાના નિવાસમાં ગયો.
સંવિગ્ન ચિત્તવાળા શાલિભદ્ર કેટલાક દિવસો પસાર કર્યા. કોઇવાર ત્યાં પ્રતિબંધ રહિત વિહારથી વિચરતા ધર્મઘોષ નામના આચાર્ય પધાર્યા. લોકોએ બહાર ઉદ્યાનમાં તેમની સ્થિરતા કરાવી. બારીમાં બેઠેલા શાલિભદ્રે તેમને વંદન કરવા માટે જતા અનેક લોકોને જોઈને પોતાના સેવકને પૂછયું આ જનસમૂહ ક્યાં જાય છે? એણે કહ્યું: સૂરિને વંદન કરવા માટે. તેથી શાલિભદ્ર પણ માતાને પૂછીને આચાર્યની પાસે ગયો. આચાર્યને ભાવપૂર્વક વંદન કરીને ઉચિત સ્થાનમાં બેઠો. શ્રેણિક રાજા વગેરે બીજા લોકો પણ વંદન કરીને ઉચિત સ્થાને બેઠા ત્યારે સૂરિએ ધર્મલાભ એવા આશીર્વાદ આપીને ઘમદશના શરૂ કરી. તે આ પ્રમાણે - હે જનો ! ઇષ્ટ-અનિષ્ટ અને સંયોગ-વિયોગરૂપ વિષમ મગર વગેરે જીવોથી વ્યાપ્ત, મોહરૂપ આવર્તાથી ભયંકર, મરણ-જરા-રોગાદિ-રૂપ તરંગોથી વ્યાપ્ત એવા ભવરૂપ સમુદ્રમાં પડતા જીવોને અનંત
૪૨૧