________________
ધર્મબિંદુપ્રકરણ
ધન્ય કહ્યું: તારા વચનની જ રાહ જોતો હું આટલો કાળ રહ્યો છું. હવે તો જે રીતે છોડું છું તે રીતે તું જ. તેથી ત્યારથી જ જિનમંદિરમાં અષ્ટાલિક ઉત્સવો શરૂ કર્યા. પોતાની શક્તિ પ્રમાણે દીન વગેરેને દાન આપવાનું શરૂ કર્યું. આ દરમિયાન પતિને દીક્ષાના | નિશ્ચયવાળા જાણીને તેણે કહ્યું: હે પ્રિય ! મેં આ મશ્કરી કરી હતી. તેથી મને છોડીને દીક્ષા લેવાને કેમ ઇચ્છો છો ? ધન્ટે કહ્યું: હે પ્રિયે ! બધાનો સંયોગ વિયોગના અંતવાળો છે. હ્યું છે કે-“સર્વ સંગ્રહો ક્ષયના અંતવાળા છે, ઉન્નતિઓ પતનના અંતવાળી છે, સંયોગો વિયોગના અંતવાળા છે” જીવન મરણના અંતવાળું છે. તેથી એમની ઇચ્છાથી રહિત બનીને એમનો ત્યાગ કરવો એ શ્રેષ્ઠ છે. અસંતુષ્ટ બનીને એમનો ત્યાગ કરવો પડે તે સારું નથી. કારણ કે કહ્યું છે કે-“વિષયો લાંબો કાળ રહીને પણ અવશ્ય જવાના છે, માનવ જાતે એમને ન છોડે તો એમના વિયોગમાં શી વિશેષતા છે ?” એની મેળે ( છોડયા વિના) જતા વિષયો મનના અતિશય સંતાપ માટે થાય છે, જ્યારે સ્વયં છોડેલા વિષયો અનંત સમતાસુખને કરે છે.” પતિનો નિશ્ચય જાણીને “નારીને પતિ એ જ દેવ છે' એવા વચનને યાદ કરતી તે પણ તેની પાછળ જવાની ઇચ્છાવાળી થઇ.
આ અવસરે ભગવાન મહાવીર ગુણશીલચૈત્યમાં પધાર્યા છે એમ ધન્ય સાંભળ્યું. શિબિકામાં બેસીને પોતાની પત્નીની સાથે ભગવાન પાસે જઇને દીક્ષા લીધી. શાલિભદ્ર પણ ધન્યને વૃત્તાંત જાણીને, માતાને પૂછીને (=કહીને), શ્રેણિક રાજાને ખમાવીને, મહાન આડંબરથી ભગવાન પાસે આવીને, વિધિપૂર્વક દીક્ષા લીધી. દીક્ષિત બનેલા તે બંનેએ બહુ થોડા કાળમાં ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષાનો અભ્યાસ કરી લીધો. છ8, અટ્ટમ અને ચાર ઉપવાસ વગેરે વિશિષ્ટ તપ સતત કરીને શરીરને સુકવી નાખ્યું. ગામ, ઉદ્યાન, નગર અને ખાણ આદિથી યુક્ત પૃથ્વી ઉપર માસકલ્પથી વિહાર કરતા તે બંને કેટલાક કાળ પછી ભગવાનની સાથે ફરી તે જ રાજગૃહનગરમાં આવ્યા. ભિક્ષા સમયે ભગવાનને વંદન કરીને પારણા નિમિત્તે વહોરવા માટે) તે બંને ચાલ્યા ત્યારે ભગવાને શાલિભદ્રને કહ્યું: આજે તને તારી માતા ભોજન કરાવશે= પરાણું કરાવશે. પછી તે બંને ભિક્ષા માટે પરિભ્રમણ કરવા લાગ્યા. ભદ્રાના ઘરે ગયા. ભગવાન મહાવીરનું આગમન સાંભળીને ભદ્રાને અત્યંત હર્ષ થયો. વહુઓની સાથે સમવસરણ ભૂમિ તરફ જવા પ્રયાણ કર્યું. ભગવાન અને શાલિભદ્રના દર્શન આદિની ઉત્કંઠાથી વ્યાકુળ હોવાથી ભદ્રાએ (પોતાના ઘરે આવેલા) તે બેને ન ઓળખ્યા. ભિક્ષા લીધા વિના તે બંને પાછા ફર્યા. ભવિતવ્યતાના કારણે દહીં અને મથિત (મથિત=પાણી નાખ્યા વિના ભાંગેલું દહી) વેચવા માટે નગરમાં પ્રવેશેલી વૃદ્ધ ગોવાલણોએ તેમને જોયા. તેમાં એક વૃદ્ધ ગોવાલણની કાયારૂપી લાકડી શાલિભદ્રને જોઈને હર્ષની વૃદ્ધિથી
૪૨૩