________________
ધર્મબિંદુપ્રકરણ
ભદ્રામાતા ત્યાંજ આવ્યા. પાદપોપગમનમાં રહેલા શાલિભદ્ર અને ધન્ય એ બેને જોયા. તેમને વંદન કરીને રડવા લાગ્યા, અનેક પ્રકારના વિલાપો કર્યા. તે આ પ્રમાણે - હે વત્સ ! બત્રીસ શય્યાઓની ઉપર સૂઇને હવે તું પથ્થર અને કાંકરાઓથી વ્યાપ્ત કેવળ પૃથ્વી ઉપર કેવી રીતે રહ્યો છે ? હે પુત્ર ! જે તે પૂર્વે સદા સંગીત અને વાજિંત્રના અવાજથી જાગતો હતો તે તું હવે ભયંકર શિયાળના અવાજોથી કેવી રીતે નિદ્રાને છોડીશ ? હા પુત્ર ! તે તપથી શરીરને કેવું સુકાવી દીધું કે જેથી તું ઘરે ગયો (=આવ્યો) છતાં મારાથી ન ઓળખાયો. પાપકર્મવાળી મને ધિક્કાર થાઓ, ધિક્કાર થાઓ. ત્યારે શાલિભદ્ર મુનિને વંદન કરવા માટે ત્યાં આવેલા શ્રેણિક રાજા વિલાપ કરતા ભદ્રામાતાને કોઇ પણ રીતે ઉપદેશ આપીને (=સમજાવીને) નગરમાં લઈ ગયા. તે મુનિઓ પણ આયુષ્યનો ક્ષય થતાં સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં અજધન્યોત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ પ્રમાણ આયુષ્ય પાળીને ત્યાંથી Àવેલા તે બે મહાવિદેહમાં સિદ્ધ થશે. આ પ્રમાણે સુખની શ્રેણિઓનો હેતુ અને મોક્ષફલવાળો આ અતિથિસંવિભાગ શાલિભદ્ર જે પ્રમાણે કર્યો તે પ્રમાણે કરવો જોઇએ. આ પ્રમાણે શાલિભદ્રનું દૃષ્ટાંત પૂર્ણ થયું. શ્રાવકનાં બારવ્રતો યાને નવપદ પ્રકરણ)
શ્રી ભરત મહારાજનો વૈરાગ્યનો પ્રસંગ (અ. ૭ સૂ ર૯)
એકવાર શ્રી ભરત મહારાજા વસ્ત્રો-આભૂષણો પહેરવા માટે આરિસાભવનમાં ગયા. વસ્ત્રો અને આભૂષણો પહેરીને આરિસામાં શરીરની શોભા જોવા લાગ્યા. આ દરમિયાન એક આંગળીમાંથી વીટી સરી પડી. આથી ભરત મહારાજાએ તે આંગળીને શોભા વગરની જોઇ. આંગળીમાંથી વીટી નીકળી જવાથી આંગળી શોભા વગરની થઈ તો સર્વ આભૂષણોથી રહિત બનેલું શરીર કેવું દેખાય છે તે જોઉં એમ વિચારીને બાકીનાં સર્વ અંગોનાં આભૂષણો ઉતારી નાખ્યા. આથી શરીર ખરી પડેલા પાંદડાવાળા વૃક્ષ જેવું શોભા વગરનું દેખાયું. આ વખતે ભરત મહારાજાએ વિચાર્યું કે આભૂષણોથી થયેલી શરીરની શોભા કૃત્રિમ છે, સ્વાભાવિક નથી. આ શરીર કપૂર કસ્તૂરી વગેરે સારા અને સુગંધી પદાર્થોને પણ ખરાબ અને દુર્ગધી બનાવી દે છે. આથી જે પુણ્યાત્માઓ દુઃખને આપનારા વિષયોનો ત્યાગ કરીને તપનું સેવન કરે છે તે જ આ શરીરના ફળને પ્રાપ્ત કરે છે. ઇત્યાદિ સુંદર ભાવના ભાવતા એવા ભરત મહારાજાને શુક્લધ્યાનથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ વખતે ઈદ્ર મહારાજાએ તેમને રજોહરણ વગેરે મુનિવેષ અર્પણ કર્યો, પછી વંદન કર્યું. (ત્રિ. શ. પુ. ચ.)
સમાપ્ત
૪૨ ૬