________________
ધર્મબિંદુપ્રકરણ
માર્ગોમાં અને ઘરોમાં (ઉક્ત રીતે) પ્રિયાને જ જોતો હતો. તેથી સૂરિએ તેને સમજાવ્યો, ઉપાધ્યાયે ઉપદેશ આપ્યો, સાધુઓએ શિખામણ આપી. છતાં બધાના વચનને અવગણીને, ભવિષ્યનો વિચાર કર્યા વિના, હિત-અહિતને સર્વથા વિચાર્યા વિના, ‘જે થવાનું હોય તે થાઓ” એમ વિચારીને પોતાના ગામ તરફ ચાલ્યો. ગામ પાસે આવ્યો. ગામના ઉદ્યાનમાં આવેલા જિનમદિરમાં આવ્યો.
આ તરફ તે જ સમયે તેની પત્ની નાગિલા ઘૂપ, પુષ્ય અને સુગંધી ચૂર્ણો વગેરે પૂજાનાં ઉપકરણો લઇને તે જ જિનમંદિરમાં આવી. તેની સાથે કેડે રાખેલા બાળકવાળી એક બ્રાહ્મણી હતી. નાગિલાએ સાધુની બુદ્ધિથી ભવદેવને વંદન કર્યું. ભવદવે નાગિલાને પૂછયું: તમે અહીં આજર્વ રાઠોડના ઘરની વિગત જાણો છો ? નાગિલાએ કહ્યું જાણું છું. મુનિએ પૂછ્યું: શી વિગત છે? તેણે કહ્યું તેને બે પુત્રો હતા. તે પુત્રોએ દીક્ષા લીધી. તેમના માતા-પિતા મૃત્યુ પામ્યા તેને ઘણો સમય થઈ ગયો. આ સાંભળીને તે જરાક ઉદાસીન થઈ ગયા. તેથી નાગિલાએ પૂછ્યું: હે સાધુ ! તમે ઉદાસીન કેમ બની ગયા? શું તેઓ તમારા કંઈ પણ સગા થતા હતા? મુનિએ કહ્યું: હું તેમનો ભવદેવ નામનો પુત્ર છું. મોટા ભાઈ ભવદત્તના ઉપરોધથી (=શરમથી) દીક્ષા લીધી. હમણાં મારો ભાઈ દેવલોક પામ્યો છે. આથી હું પોતાના માતા-પિતાને અને પત્નીને યાદ કરીને સ્નેહથી અહીં આવ્યો.
આ સાંભળીને નાગિલાએ વિચાર્યું. આ મારા પતિ છે અને દીક્ષાને છોડવાની ભાવનાવાળા દેખાય છે. મેં માવજીવ જ પુરુષનો (=અબ્રહ્મનો) નિયમ કર્યો છે, અને હમણાં હું દીક્ષા લેવાની ભાવનાવાળી છું, તેથી અહીં શું કરવું? અથવા, એનો ઇચ્છિત નિર્ણય શો છે તે પહેલાં જાણું. આ પ્રમાણે વિચારીને ફરી પણ એણે પૂછ્યું: કોના ઘરે તમે પરણ્યા હતા? તેણે કહ્યું નાગદત્તના ઘરે. કારણ કે તેની જ પુત્રી નાગિલાને હું પરણ્યો છું. તેથી તેના ઘરની કુશલ વિગત પણ કહો. તેણે કહ્યું ત્યાં કુશળ છે. મુનિએ પૂછ્યું: શું શરીરથી કુશળ નાગિલા મારા આગમન આદિની વાત ક્યારેય કરે છે ? તેણે કહ્યું: જ્યારથી આપે દીક્ષા લીધી ત્યારથી જ તે સાધ્વીજી પાસે જવા લાગી. ત્યાં તેણે ધર્મ સાંભળ્યો, અણુવ્રત વગેરેનો સ્વીકાર કર્યો, જીવનપર્યત અબ્રહ્મનો નિયમ કર્યો. હમણાં તે દીક્ષા લેવાની ભાવનાવાળી છે.
(નાગિલાએ આગળ કહ્યું) તમોએ ઘણા કાળ સુધી સાધુપણું પાળ્યું, અનેક પ્રકારના તપો કર્યા, તેથી હવે એકાંતે અનિત્ય અને અસાર આ જીવલોકના વિષયો માટે અમૂલ્ય અને વિશિષ્ટ સર્વવિરતિરૂપી રત્નનો નાશ કરીને આત્માને સંસારરૂપી મહાન જંગલમાં નહિ પાડવો જોઇએ. આ વિષયો કિંપાક ફલની જેમ પ્રારંભમાં રસિક જણાય છે, પણ પરિણામે અશુભ ફળવાળા છે. આ વિષયો અવિવેકી લોકોને ઘણા
૪૧૪