________________
ધર્મબિંદુપ્રકરણ
ભાઇ સાથે જવા લાગ્યો. ભાઇ પોતાને પાછો વાળે એ માટે ભવદેવે કિલ્લો, વાવડી અને વનવિભાગ વગેરે જોઇને ભવદત્તને કહ્યું કે, અહીં આપણે રમતા હતા, અહીં સ્નાન કરતા હતા, આમાં ફરતા હતા. સાધુ કેવળ હુંકારો કરીને બધું મને યાદ છે એમ બોલતા ગુરુની પાસે આવ્યા ત્યાં સુધી ચાલ્યા. તેથી પહેરેલા નવા પોષાકથી વિભૂષિત ભવદેવ યુવાનને ભવદત્ત સાધુની સાથે આવેલો જોઇને બાલમુનિઓ ચપળતાના કારણે બોલવા લાગ્યા કે, મારો ભાઇ અર્ધો પરણ્યો હશે (=લગ્નની અર્ધી ક્રિયા કરી હશે) તો પણ જો હું કહીશ તો દીક્ષા લેશે એવું પોતાનું કહેલું મહાન પૂજ્યે સાચું કર્યું. પછી ભવદત્તે ભવદેવને આચાર્યને બતાવ્યો. આચાર્યે પૂછ્યું: આ શા માટે આવ્યો છે. ? ભવદત્તે કહ્યું: દીક્ષા માટે આવ્યો છે. તેથી આચાર્યે ભવદેવને પૂછ્યુંઃ આ શું સાચું છે ? ભવદેવે વિચાર્યું: એક તરફ નવીન યૌવનમાં વર્તતી પ્રાણપ્રિય પત્ની છે, એક તરફ સગાભાઇના વચનનો ભંગ અતિ દુષ્કર છે. આ તરફ નવી પરણેલી પ્રિયાનો મહાન વિરહ છે. આ તરફ ભાઇની લઘુતા છે. શું હિતકર છે ? કે જેને હું કરું. તો પણ (=દ્વિધા હોવા છતાં) અત્યારે તો મારો ભાઇ જે કહે છે તે જ કરવાનો અવસર છે. કારણકે તેમ કરવાથી મારો ભાઇ સાધુજનોની આગળ જુઠ્ઠો ન પડે.
આ પ્રમાણે વિચારીને તેણે કહ્યું: મારો ભાઇ કહે છે તે સાચું છે. તેથી તે જ મુહૂર્તો ગુરુએ તેને દીક્ષા આપી. પછી તેણે બીજે વિહાર કર્યો. તેને સઘળી સાધુસામાચારીનું જ્ઞાન આપ્યું. તે ભાઇના ઉપરોધથી (=શરમથી) દીક્ષા પાળે છે, હૃદયથી તો નવી પરણેલી પોતાની પત્નીને જ સદા યાદ કરતો હતો. આ પ્રમાણે જ સમય પસાર થઇ રહ્યો હતો. એકવાર સૂત્રપોરિસિમાં ભણતા એને આ સૂત્ર આવ્યું કે ન સા મહં નોડવિ અહં પિ તીસેતે મારી નથી, હું પણ તેનો નથી. તેથી તેણે પોતાના મનમાં શંકા કરી (=વિચાર્યું) કે, આ ખોટું છે. કારણ કે સા મહં અહં પિ તીસે–તે મારી છે અને હું પણ તેનો છું. આ પ્રમાણે જ તે બોલવા લાગ્યો. સાધુઓએ તેને તેમ બોલતા અટકાવ્યો તો પણ તે તેમ બોલતા અટકયો નહિ. ભવદત્ત કાલક્રમે સંલેખના કરીને આયુષ્યનો ક્ષય થતાં મરીને સૌધર્મ-દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. ભવદત્તનું મૃત્યુ થતાં પત્નીના દર્શનની તૃષ્ણાથી ઘેરાયેલા ચિત્તવાળા ભવદેવે ગુરુનો વિનય મૂકી દીધો. સાધુના આચારોમાં શિથિલ બની ગયો. કામદેવના બાણોથી પીડા પામવા લાગ્યો. આ પ્રમાણે તેનો ધર્મોપદેશ જતો રહ્યો, સદ્બોધ પલાયન થઇ ગયો, વિવેકરત્ન નાશ પામ્યું, કુલના અભિમાનથી આવેલું દાક્ષિણ્ય જતું રહ્યું, પુરુષાર્થ ચાલ્યો ગયો, શીલ દૂર થયું, વ્રતને ધારણ કરવાની ભાવના જતી રહી. વિશેષ કહેવાથી શું ? જાણે પ્રિયા ચિત્તની આગળ રહેલી હોય, જાણે આંખોની આગળ દેખાતી હોય, જાણે (પોતાની સામે) બોલતી હોય, જાણે (પોતાને) રોકતી હોય, જાણે મંદ હસતી હોય તેમ, ઊંધમાં પણ સતત પ્રિયાને જ તે જોતો હતો. ઉત્પન્ન થયેલા ઘણા વિકલ્પોની કલ્પનાથી તે
૪૧૩