________________
ધર્મબિંદુપ્રકરણ
નથી. તેથી ગુરુની પાસે જાઓ, પ્રાયશ્ચિત્ત લઇને ફરી પણ સંયમરૂપ શરીરને શણગારો. લાંબા કાળ સુધી પાળેલા ચારિત્રને એમ જ નિષ્ફળ ન બનાવો. ભાંગેલા ચારિત્રના પરિણામવાળા જીવો બ્રાહ્મણપુત્રની જેમ ઘણા દુઃખનું ભાજન બને છે. ભવદેવે પૂછયું: એ બ્રાહ્મણપુત્ર કોણ છે ? નાગિલાએ કહ્યું: સાંભળો
આ જ ભરતક્ષેત્રમાં લાટદેશના અલંકારભૂત ભૃગુકચ્છ શહેર હતું. તેમાં જન્મથી જ દરિદ્રતાથી પરાભવ પામેલ અને કુરૂપમાં પ્રથમ શ્રેણિમાં આવનાર રેવાદિત્ય નામનો બ્રાહ્મણ હતો. તેની દેવપૂજક બ્રાહ્મણની કૃપાથી મળેલી આપદ નામની યજ્ઞપત્ની બ્રાહ્મણી હતી. તેના દાંત હોઠથી બહાર નીકળેલા હતા, પીળી કીકીઓથી આંખો વિષમ હતી, પેટ લાંબું હતું, મુખ વક્ર હતું. તે ઠીંગણી અને કાળી હતી. તેવી પણ તે અવિનીત, કજિયો કરનારી, ઠગવામાં જ ચિત્તવાળી, સદા ઉગ કરનારી, બીજાઓની નિંદા કરનારી અને બહુ બોલવાના સ્વભાવવાળી હતી. આવી પણ તેનાથી રેવાદિત્ય બ્રાહ્મણે ક્રમશઃ પંદર પુત્રીઓ અને બધાથી નાનો એક પુત્ર ઉત્પન્ન કર્યો. એની પાસે માત્ર ગાયત્રી મંત્રરૂપ વિદ્યા હતી, બીજી કોઇ વિદ્યા ન હતી. આથી તે માત્ર માગીને મેળવેલી વસ્તુઓથી નિર્વાહ કરતો હતો. પણ આટલા કુટુંબનું માત્ર માગીને મેળવેલી વસ્તુઓથી નિર્વાહ કરી શકતો ન હતો. આથી તે બ્રાહ્મણીની જ સાથે લાકડાના ભારા લાવીને વેચતો હતો, શ્રીમંતોના ઘરોમાં પાણીના ઘડા લાવી આપતો હતો, ખાંડવું, પીસવું, કચરો કાઢવો વગેરે અનેક નિંદ્ય કામો કરતો હતો, ભિક્ષા માટે ફરતો હતો.
આ પ્રમાણે પ્રવૃત્તિ કરતા તેનો ઘણો કાળ પસાર થયો. આ જીવલોક મરણના અંતવાળુ હોવાથી ક્યારેક બ્રાહ્મણી મૃત્યુ પામી. તેના વિયોગરૂપ અગ્નિથી તેનું મન અતિશય બળવા લાગ્યું. ભૂતથી અપહરણ કરાયેલા હૃદયવાળા માણસની જેમ અને સન્નિપાતથી ભાર વિનાના કરાયેલા માણસની જેમ તે કેટલાક દિવસો સુધી શું કરવા યોગ્ય છે એ વિષે મૂઢ (= જડ જેવો) રહ્યો. એક દિવસ એણે વિચાર્યું. જેને ધર્મ, અર્થ અને કામ એ ત્રણમાંથી એક પણ નથી તેને અજાગલસ્તનની જેમ જન્મથી' શો લાભ થાય ? (૧. અજાગલસ્તન એટલે બકરીના ગળામાં આંચળ. બકરીના ગળામાં આંચળ થાય તો તેનાથી જેમ દૂધનો લાભ થતો નથી, તેમ આવા પુરુષના જન્મથી કોઈ લાભ થતો નથી.) તેથી સર્વ જીવોથી હલકા, પ્રિયપત્નીના વિયોગવાળા અને પુણ્યહીનોમાં શિરોમણિ એવા મારે મરણ જ શ્રેયસ્કર છે, અથવા જેમણે સુકૃતો કર્યા નથી એવાઓના મરણથી પણ શું ? તેથી જુદાં જુદાં તીર્થોનાં દર્શન કરું, તે પુણ્યસ્થાનોમાં સ્નાન કરીને પાપોનો નાશ કરીને જો મરણની આરાધના કરું તો પણ દોષ ન લાગે એમ વિચાર્યું. પછી કન્યાદાનનું ફલ મેળવવાની ઇચ્છાથી પ્રાપ્તિ થઈ તે પ્રમાણે બ્રાહ્મણના છોકરાઓને પોતાની પુત્રીઓ આપી. પછી તે નાના છોકરાની સાથે લધુકર્મી હોવાથી તેવા
૪૧ ૬