________________
ધર્મબિંદુપ્રકરણ
પ્રકારની ભવિતવ્યતાના કારણે કોઈ પણ રીતે ક્યારેક ક્યાંક તેને સાધુઓનાં દર્શન થયા. તેમની પાસે ધર્મ સાંભળ્યો. ભાવથી ધર્મ પરિણમ્યો. પુત્રની સાથે જ દીક્ષા લીધી. ઉઘતવિહારથી ચારિત્રનું પાલન કરવા લાગ્યો. દિવસો જતાં બાળ સાધુ પણ યૌવનને પામ્યો. વિવિધ વિકારોને (=અનુચિત પ્રવૃત્તિને) કરવા લાગ્યો. સાધુજનને અનુચિત અનેક વસ્તુઓ માગવા લાગ્યો. તેના પિતા પુત્રસ્નેહથી યતનાથી મેળવતો હતો. તે આ પ્રમાણે જ્યારે તે કહે કે તે આર્ય હું નવકારશી વિના રહી શકતો નથી, ત્યારે પિતા આચાર્યની રજા લઈને નવકારશી પણ લાવી આપતો હતો. જ્યારે ઉનાળામાં કહે કે સૂર્યના કિરણસમૂહના પ્રચંડ તાપને હું સહન કરી શકતો નથી, ત્યારે સૂરિને જણાવીને જોવાનો અને મસ્તકે કપડાનો ઉપયોગ કરાવતો હતો. આ પ્રમાણે તેના ચારિત્રના પરિણામ મંદ બની ગયા. પ્રતિદિન તેની વિવિધ ઇચ્છાઓ વધતી જતી હતી. પિતા પણ તે ઇચ્છાઓને પૂરી કરીને તેને અનુકૂળ વર્તન કરતો હતો. સાધુઓએ પિતાને સંક્લેશ થાય એવા ભયથી તેને રાખ્યો હતો. આમ છતાં કામદેવના બાણશ્રેણિથી વીંધાતા મનવાળા તેણે નિર્લજ્જ બનીને પિતાને કહ્યું: હે આર્ય ! હું મૈથુન વિના રહેવા સમર્થ નથી. તેથી તેના પિતાએ વિચાર્યું. આ ચારિત્રરત્નને મહાન લાભને યોગ્ય નથી, સમ્યજ્ઞાનરૂપ નિધાનને લાયક નથી, સુગતિનું ભાન નથી, દુર્ગતિનું ભાજન છે, વિશેષથી શું ? આ આલોકના અને પરલોકનાં અનેક દુ:ખસમૂહનું ઘર થવા યોગ્ય છે. તેથી આનો ત્યાગ કરું.
આ પ્રમાણે વિચારતા પિતાએ તેને કહ્યું. અમારે તારું કંઈ કામ નથી, તને જ્યાં ક્યાંય ઠીક લાગે ત્યાં એકલો જતો રહે. અમે તને અમારા સમુદાયથી બહાર કર્યો છે. આ પ્રમાણે કહીને સાધુજનની સમક્ષ પોતાના ગચ્છમાંથી તેને કાઢી મૂક્યો. તેથી તે સાધુવેષ છોડીને ભોગસાધનો મેળવવા માટે અનેક નિંદ્ય (=હલકાં) કામો કરવા લાગ્યો. છતાં કોડિ જેટલું પણ ક્યાંયથી પામતો ન હતો. કેવળ ભિક્ષાથી દિવસના અંતે માત્ર પેટ ભરાય તેટલો આહાર તેને મળતો હતો. આ પ્રમાણે કેટલોક કાળ તેણે પસાર કર્યો. એકવાર સર્પથી સાયેલો તે આર્તધ્યાનથી મરીને પાડો થયો. તેના પિતાએ તેના કારણે થયેલા વૈરાગ્યથી વિશેષ પણે નિષ્કલંક ચારિત્ર પાળ્યું. મરણ સમયે વિધિપૂર્વક આરાધના કરીને દેવલોકમાં દેવ થયો. ત્યાં ઉત્પન્ન થયેલા તેણે અવધિજ્ઞાનથી પુત્રનો વૃત્તાંત જાણ્યો. પાડાના ભાવમાં રહેલા તેને ઘણા ભારથી દબાયેલો અને લાકડી વગેરેથી કુટાતો જોયો. તેથી તેના ઉપર કરુણા આવી. પુત્રસ્નેહથી મનુષ્યલોકમાં આવીને મુસાફર વણિકનું રૂપ વિકુવ્યું. વિવિધ કરિયાણાઓથી ભરેલા મોટા ગાડાઓનો સમૂહ બતાવ્યો. પછી ઘણું ધન આપીને તેના સ્વામી પાસેથી તેને છોડાવ્યો. પછી તેને દેવશક્તિથી અતિભારવાળા ગાડામાં જેડીને, અને ગાડાને વહન કરવાની શક્તિ ન
- ૪૧૭