________________
ધર્મબિંદુપ્રકરણ
દિવસોમાં જ્ઞાતિના જનસમૂહને જોઇને પાછો આવ્યો. તેણે ગુરુને કહ્યું માતા-પિતાએ મારા નાના ભાઇને તેને યોગ્ય કન્યા પરણાવી છે. તેથી તેણે દીક્ષા ન લીધી.
આ સાંભળીને ભવદત્ત સાધુએ કહ્યું: ખરેખર ! શું આ પણ સ્નેહ કહેવાય ? કે જ્યાં ધર્મના સારથિ એવા બંધુ તને પણ ઘણા કાલ પછી જોઇને તેણે દીક્ષા ન લીધી. તે સાંભળીને તે મુનિએ પણ ભવદત્તની સામે કહ્યું તમારો પણ એક નાનો ભાઈ છે. તમે ત્યાં જશો એટલે અમે તેને પણ દીક્ષા લેતો જોઇશું. ભવદત્તે જણાવ્યું: જો આચાર્ય ભગવંત તે સ્થાનમાં જશે તો તે મને જોઇને કદાચ જો દીક્ષા નહિ લે તો તમે પણ મને જોશો. આ પ્રમાણે તે બેનાં વચન અને પ્રતિવચન થયાં.
બીજા કોઈ સમયે એક ગામથી બીજા ગામ વિહાર કરતા આચાર્ય મગધ દેશમાં રહેલા સુગ્રામ નામના ગામની નજીક આવેલા એક ગામમાં આવ્યા. તેથી ભવદત્ત સાધુએ આચાર્યને વિનંતી કરી કે, હે ભગવંત ! આપની અનુજ્ઞાથી પોતાના જ્ઞાતિજનોને જોવાને ઇચ્છું છું. તેથી આચાર્યે સારા સાધુની સાથે એને મોકલ્યો. ભવદત્ત સુગ્રામમાં આવ્યો. આ તરફ તે સમયે ભવદત્ત, નાગદત્ત અને લક્ષ્મીવતીની પુત્રી નાગિલાની સાથે વિવાહ મંગલ કરવા માટે લગ્નવેદિકાના મંડપમાં બેઠો, પોતાના હાથથી પત્નીનો હાથ પકડ્યો, ફેરા ફર્યો. આ વખતે ભવદત્ત સાધુએ એના ઘરમાં પ્રવેશ કર્યો. તેથી તેના બધા સ્વજનબંધુઓ તેને જોઈને હર્ષ પામ્યા. તેમણે ઉચિત કર્તવ્ય કર્યું, બીજા સાધુની સાથે ભવદત્તને વંદન કર્યું. મારા મોટા ભાઇ ભવદત્ત સાધુ આવ્યા છે એમ ભવદેવે સાંભળ્યું. (આ સાંભળતાં જ) ભવદેવને મુશ્કેલીથી રોકી શકાય તેવા બંધુનેહથી ભાઇને મળવાની ઉત્કંઠા થઇ. એ ઉત્કંઠાના કારણે તેનું મન વિહલ બની ગયું. (આથી) તે લગ્નમંગલનાં શેષ કર્તવ્યો મૂકીને ભાઈની પાસે ગયો. આ વખતે તેને શ્વસુરકુલના લોકોએ રોક્યો, સમાનવયના મિત્રોએ પકડી રાખ્યો, મનોહર સ્ત્રીજનોએ નિષેધ કર્યો, છતાં હું આ આવ્યો, ઉતાવળ ન કરો, એમ બોલતો જ ભાઇની પાસે ગયો. બીજા સાધુની સાથે ભાઈ મહારાજને આદરથી વંદન કર્યું. બંને સાધુઓએ એને ધર્મલાભ આપ્યો. પછી તેમણે ત્યાં ભેગા થયેલા કુટુંબી માણસોની સમક્ષ કહ્યું તમે (પ્રસંગમાં) રોકાયેલા છો, તેથી અમે હમણાં જઈએ છીએ, ફરી બીજા કોઈ સમયે આવીશું. ગૃહસ્થોએ કહ્યું ક્ષણવાર રહો, ભાઈના લગ્નના ઉત્સવને જુઓ. તમારે શું ઉતાવળ છે ? સાધુઓએ કહ્યું અમને આવું ન કલ્પ. આગ્રહ કરવા છતાં સાધુ ત્યાં ન રહ્યા એટલે અશન, પાન અને ખાદિમ એ ત્રણ પ્રકારના ઘણા આહારથી તેમને પ્રતિલાલ્યા (=દાન આપ્યું). ભવદત્તે ભોજનનું પાત્ર ભવદેવના હાથમાં આપ્યું. બંને મુનિ ચાલ્યા. થોડા પૃથ્વીપ્રદેશ સુધી જઇને બધા લોકો વંદન કરીને પાછા વળ્યા. ભવદેવ ભાઇની રજા વિના કેવી રીતે પાછો વળે એ પ્રમાણે આગ્રહમાં પડ્યો, તેથી
૪૧ ૨