________________
ધર્મબિંદુપ્રકરણ
રાજાને જવલાં આપવાનો સમય સાચવવો છે.
પ્રાણિ દયા-જીવ-રક્ષણ માટે મેતાર્ય મુનિ કશું પણ બોલતા કે જવાબ આપતા નથી. એટલે સોની બોલ્યો કે, ‘આ પાખંડી છે, આ જ ચોર છે, શા માટે કંઇ બોલતો નથી, તપસ્વી-સાધુનો માત્ર વેષ પહેર્યો છે. પ્રાણનાશ થવાની પીડા આજ સુધી તે પામ્યો નથી.
ચામડાની વાધર પાણીમાં ભીની કરીને મુનિના મસ્તક ઉપર સજ્જડ ખેંચીને એવી સજ્જડ બાંધી કે તડકામાં સૂકાવા લાગી એટલે વાધર વધારે ખેંચાવા લાગી. એટલે બંને નેત્રો બહાર નીકળી ગયા, તે મહાત્મા મેતાર્ય મુનિ તે સમયે મનમાં સુંદર ધ્યાન કરવા લાગ્યા કે, ‘મારા જીવિતથી વધારે શુંછે ! જો હું કદાચ જવલાની સાચી વાત કહી દઉં, તો બિચારા આ ક્રૌંચ પક્ષીનું પેટ ચીરીને નિર્દયતાથી મારી નાખશે, તો ભલે મારું મરણ થાઓ. મારા જીવનના ભોગે પણ આ જીવ તો જીવતો રહેશે. જે પછી પણ અવશ્ય નાશ પામવાના છે, તેવા પ્રાણની કઇ અપેક્ષા રાખવી ? ‘આ ભુવનમાં હું કરુણા કરનારો છું' એમ કોણ કહેતા નથી ? વાસ્તવિક કરુણા કરનારો તો તે કહેવાય કે જે આવા સમયે જીવરક્ષા ખાતર પોતે સહન કરીને નિર્વાહ કરે.
હે જીવ ! આજે તૃણ સરખા આ પ્રાણોથી સર્યું. આ ક્રૌંચપક્ષીના જીવનું પ્રાણો વડે કરીને હું પાલન-રક્ષણ કરીશ. અહીં કોઇ પ્રકારે તેવા વિરલા અને સરલ પુરુષો દેખાય છે કે, જેઓ કપાસની જેમ પોતે પીલાઇને બીજાને સુખ આપે છે, તેમ પોતાનો વિનાશ નોતરીને પણ બીજાના ઉપકાર માટે મરણાન્ત કષ્ટ પણ સહન કરે છે.
હે જીવ ! તેં નરકમાં અનેક વેદનાઓ સહન કરી છે, તો પછી જીવને જીવાડવા માટે ઉઘત થએલો તું આ સહન કરીશ, તો જય મેળવીશ. આવી ઉત્તમ ભાવનામાં આરૂઢ થએલા તે મુનિને જાણે અતિતીવ્ર વેદનાના હેતુભૂત કર્મનાં દર્શન કરવા માટે કેમ ન હોય તેમ કેવલજ્ઞાન પ્રગટ થયું, તથા તે જ ક્ષણે આયુષ્ય ક્ષય થવાથી અંત કેવલી થયા. જાણે અશાતાવેદનીય કર્મને નિર્મૂલ નાશ કરવા માટે કેમ ન હોય !
આ સમયે કોઇક કાષ્ઠભારી લાવનારે ત્યાં કાષ્ઠની ભારી નાખી, તેમાંથી એક કાખંડ ક્રૌંચ પક્ષીના પેટમાં વાગ્યો. ભય પામેલા પક્ષીએ ગળેલા યવો ત્યાં છૂટાછવાયા ઓકી નાખ્યા. લોકોએ તે જોયા, આથી લોકોએ સોનારનો અતિતિરસ્કાર કર્યો. હે પાપી ! આવા મહામુનિ ઉપર તેં ખોટું આળ ચડાવ્યું. પાપ કરીને તેના ઉપર ચૂલિકા સરખી આ મુનિને મારવાની દુષ્ટ બુદ્ધિ કસ- કાલ પામેલા મુનિને દેખીને સોનાર મનમાં અતિસંક્ષોભ પામી વિચારવા લાગ્યોઃ ‘હવે મારી ગતિ કઇ થશે ? જો આ મારા
४०५