________________
ધર્મબિંદુપ્રકરણ
નથી. દેવે કહ્યું: ‘હજુ પણ કંઇ બગડી ગયું નથી. માટે વ્રત ગ્રહણ કર.'
ત્યારે મેતાર્ય દેવને કહેવા લાગ્યો કે, બાર વરસ તો મને સુખેથી વિષયો ભોગવવા દે, ત્યારપછી તું કહેશે, તેમ કરીશ. તો મારી પર પ્રસન્ન થા અને હાલ મને વિષયસુખ આપ. દેવતાએ પૂછ્યું કે, “હવે તારી શુદ્ધિ કયા પ્રકારે કરવી ? મેતાર્યે કહ્યું કે, “શ્રેણિકરાજાની પુત્રી સાથે મારા લગ્ન કરાવી આપ. જો તું શ્રેણિકરાજાને અઢળક ધન આપીશ, તો તે શ્રેણિકરાજા પોતાની પુત્રી માતંગ હોવા છતાં પણ મને નક્કી આપશે.”
બ્રાહ્મણો, રાજાઓ, વેશ્યાઓ, અને ચોરો અતિલોભથી ઘેરાએલા હોય છે, તેથી તેઓ કયું અકાર્ય નથી કરતા ?' એ પ્રમાણે મારી અવજ્ઞા-હલકાઈ કરી છે, તેનો પણ સર્વથા નાશ થશે, ત્યારે તે દેવ તેને ઘેર એક બકરો બાંધીને ગયો. આ બકરો દરરોજ અનેક જાતિવાળા રત્નોનાં લિંડા મૂકતો હતો. તે રત્નોથી ભરેલો થાળ પુત્ર પિતાને સમર્પણ કરતો હતો. પિતાને આપીને કહ્યું કે, “આ રત્નપૂર્ણ થાળ રાજાને આપીને મારા માટે એક રાજકન્યાની માગણી કરો.' પીતાએ તેમ કરીને કન્યાની માંગણી કરી, રાજાએ તેને બહાર હાંકી કાઢયો.
એ પ્રમાણે દરરોજ રત્ન ભરેલો એક એક થાળ આપતો હતો. ત્યારે અભયકુમારે તેને પૂછયું કે, “આ રત્નો ક્યાંથી લાવે છે ? ચંડાળે કહ્યું કે, બકરા પાસેથી. મારો બકરો મરકતરત્ન, મોતી, માણિકય, અંતરત્ન વગેરે અનેક જાતિનાં ઉત્તમ રત્નની વિષ્ઠા કરે છે. અભયે પણ તે બકરાને મંગાવીને રાજાની પાસે બંધાવ્યો. રાજા, મંત્રી વગેરે લોકોની સમક્ષ આ બકરો કેવી રીતે રત્નોની વિષ્ઠા કરે છે તે જોયું.
તે સમયે બકરાએ પણ કૂતરાના મડદા સરખી આકરી દુર્ગધવાળી વિષ્ઠા છોડી, જેથી ત્યાં બેઠેલા રાજાદિક પુરુષો વસ્ત્રવડે પોતાની નાસિકા ઢાંકીને દૂર ચાલ્યા ગયા. લાંબા કાળ સુધી વિચાર કરતા અભયે આનો પરમાર્થ જામ્યો કે, “નક્કી આમાં કોઇ વિજ્ઞાન કે જાદુ નથી, પરંતુ આ કોઈ દેવતાઇ પ્રભાવ છે,” અભયકુમારે કહ્યું કે, વૈભારગિરિ ઉપર રાજાના રથને જવાનો માર્ગ કરી આપ, જેથી શ્રેણિક રાજા ભગવંતને વંદન કરવા માટે સુખેથી જઈ શકે, તે કહેતાં જ તે દેવે તે પ્રમાણે માર્ગ કરી આપ્યો કે, જે અત્યારે પણ તે દેશવાસી લોકો તેને તે પ્રમાણે દેખે છે. તે માર્ગ તે પર્વતના શિખર પર ચારે બાજુ દૂર સુધી શોભે છે.
વળી કહ્યું કે, “રાજગૃહી નગરી ફરતો ચારે બાજુ સુવર્ણનો કિલ્લો બનાવી આપ.” વળી કહ્યું કે, “સમુદ્રને અહીં ખેંચી લાવ, જેથી કરીને તેમાં સ્નાન કરીને શુદ્ધ
૪૦૪