________________
ધર્મબિંદુપ્રકરણ
સત્ય વસ્તુ જણાવી. પછી રાજાએ સંયમ-પ્રાપ્તિના મનોરથ કર્યાં. પિતા તુલ્ય વડીલ બન્ધુએ આ બહાનાથી મને સુંદર શિક્ષા-ઉપદેશ આપ્યો એમ વિચાર્યું. ત્યારપછી બંનેને
દીક્ષા આપી.
રાજકુમાર નિશ્ચલ ચિત્તથી પ્રવ્રજ્યાનું પાલન કરતો હતો. બીજો બ્રાહ્મણ પણ તે જ પ્રમાણે પાળતો હતો. માત્ર તેના હૃદયમાં આ એક વસ્તુ ખટકતી હતી કે, મારાં અંગોને છૂટાં પાડી હેરાનગતિ કરાવીને બળાત્કારથી મને દીક્ષા લેવરાવી. સુંદર નિષ્પાપ દીક્ષા પાલન કરીને તે બંને એક દેવલોકમાં ઉત્પન્ન થયા અને તેઓએ પરસ્પર આ પ્રમાણે સંકેત ર્યો. અહીંથી આપણા બેમાંથી જે કોઇ પ્રથમ મનુષ્યભવમાં જાય, તેને દેવલોકમાં રહેલા દેવે ગમે તે રીતે પ્રતિબોધ કરવો અને દીક્ષા લેવરાવવી.
જ
બ્રાહ્મણ દેવ ત્યાંથી ચ્યવીને રાજગૃહ નગરમાં આગળ સાધુપણામાં કરેલ દુગંછા દોષના કારણે નિંદનીય એવી ચાંડાલણીના ગર્ભમાં ઉત્પન્ન થયો. તે જ નગરમાં ક્રોડ સુવર્ણ અને રત્નના સ્વામી એવા કોઇક શેઠને એક પત્ની હતી, જે પોતાના પતિના મનરૂપી મદોન્મત્ત હાથીને વશ કરનાર હતી, પરંતુ તે મરેલાં બાળકોને જન્મ આપતી હતી, એટલે આ શેઠાણીએ તે ચંડાલપત્ની સાથે લાંબા કાળની સ્થિર સાચી શ્રદ્ધાવાળી પ્રીતિ બાંધી. ચાંડાલણી દ૨૨ોજ માંસ વેચવા માટે તેને ઘરે આવતી હતી.
સુંદર વજ્રલેપ સરખી તેઓની પરસ્પર પ્રીતિ જામી. ‘‘પોતાના ઘરની ગુપ્ત હકીકત કહેવી, તેણે કહેલ રહસ્યનું અખંડિત રક્ષણ કરવું, અર્થાત્ ગમે તે સંયોગમાં બીજાને ન કહેવું, એકબીજાને વારંવાર મળવું આવી સાચી મૈત્રીને પ્રકાશિત કરે છે.’’ શેઠાણીને પણ તે સમયે ગર્ભ ઉત્પન્ન થયો. બંને સાથે ગર્ભવતી બની. ચંડાલિનીને પુત્ર અને શેઠાણીને પુત્રી જન્મી. કોઇને ખબર ન પડે તેમ શેઠાણીની દાસીએ પુત્રી ચંડાલિનીને આપી અને તેનો પુત્ર શેઠપત્નીને અર્પણ કર્યો.
શેઠાણી દ૨૨ોજ ચંડાલીના પગમાં પુત્રને પાડીને એમ કહેતી હતી કે, ‘હે સખી ! તારા પ્રભાવથી આ પુત્ર દીર્ઘકાળ સુધી જીવતો રહે.’ તે બંનેનો સ્નેહ સંબંધ વજ્રલેપ સરખો કોઇ વખત ન તૂટે તેવો સજ્જડ બંધાઇ ગયો. ‘મેતાર્ય’ એવું પુત્રનું નામ સ્થાપન કર્યું. સમગ્ર કળાઓનો અભ્યાસ કર્યો. પેલો દેવ આવીને સદ્ધર્મ માર્ગનો પ્રતિબોધ કરે છે અને કહે છે કે, ‘તારા આગલા ભવનો મિત્રદેવ છું. તેં સંકેત કર્યા પ્રમાણે દીક્ષા-પ્રાપ્તિ કરાવવા માટે હું તને સ્મરણ કરાવવા આવ્યો છું, તો હવે દીક્ષા ગ્રહણ
કર. તું વિષયાસક્ત બની સંતોષથી પરાર્મુખ બની નરકના કૂવામાં પડવાનો ઉદ્યમ કરી રહેલો છે અને હું ધર્મનો ઉપદેશ આપું છું, તે પ્રમાણે કરતો નથી.
૪૦૨