________________
ધર્મબિંદુપ્રકરણ
ત્યારે તે દેવતાને મેતાર્ય કહેવા લાગ્યો કે, “અરે ! શું આજે મારા માટે આ વ્રત કરવાનો અવસર છે? ખરેખર આજે તો પ્રથમ કળિયો ગ્રહણ કરતાં વચ્ચે માખી આવીને પડી, તેના સરખું આ કહેવાય. તું કેવા પ્રકારનો મિત્ર છે કે જેથી આ નવીન યૌવનમાં પ્રાપ્ત થએલા વિષયો છોડાવે છે. હું તને પૂછું છું કે, કોઈ રાજ્ય પ્રાપ્ત થયું હોય અને મળેલું રાજ્ય ટળાવે-છોડાવે, તો તેને મિત્ર ગણવો કે શત્રુ ગણવો ? એટલે દેવતા ચાલ્યો ગયો.
ત્યારપછી શેઠે મેતાર્યનો અતિરૂપવતી અને લાવણ્યથી પૂર્ણ વદનવાળી આઠ કન્યાઓ સાથે વિવાહ કર્યો. હવે ઘણી મોટી દ્ધિ સહિત પાણિગ્રહણ માટેનો લગ્નોત્સવ આરંભ્યો. નવવધૂઓની સાથે મેતાર્ય સુંદર રથમાં બેસીને વરઘોડો કાઢીને તથા ધવલ-મંગળનાં મોટેથી ગીત ગાતી હજારો સ્ત્રીઓની સાથે રાજગૃહી નગરીના રાજમાર્ગ, ચારમાર્ગ, ચૌટા, ચોક વગેરે માર્ગોમાં જાનૈયા સાથે ચાલી રહેલો છે.
હવે અહીં પેલો દેવતા ચંડાળના શરીરમાં પ્રવેશ કરીને રુદન કરવા લાગ્યો, પત્નીએ પૂછયું કે, “રુદન કરવાનું શું કારણ છે ?” ત્યારે પતિએ પત્નીને કહ્યું કે, “આજે હું રાજમાર્ગથી આવતો હતો, ત્યારે મેતાર્યનો વિવાહ-મહોત્સવ મેં જોયો. જો તારી પુત્રી જીવતી હોત, તો હું પણ તેનો એ જ પ્રમાણે વિવાહ કરત.
પોતાના પતિના દુઃખે દુઃખી થએલી તે ચાંડાલિનીએ પતિને સાચું રહસ્ય કહી દીધું અને કહ્યું કે, “તમે રુદન ન કરો. મરેલી પુત્રી તો તેની જ હતી, જ્યારે મેતાર્ય પુત્ર તો તમારો જ છે. તે બિચારી મારી બહેનપણી મરેલા બાળકને જન્મ આપનારી છે, પહેલાં પણ તેણે ઘણી વખત મારા પુત્રની માગણી કરી હતી. એક જ સમયે અમે જ્યારે પુત્ર-પુત્રીને જન્મ આપ્યો, ત્યારે કોઈ ન જાણે તેમ મેં તેને પુત્ર આપ્યો હતો. ત્યારે આ ચંડાળ કહેવા લાગ્યો કે, “હે પાપિણી ! આ કાર્ય તે ઘણું ખોટું કર્યું ગણાય. એમ બોલતો તે એકદમ મેતાર્યની પાસે પહોંચ્યો. અને તેને પૃથ્વી પર નીચે પટકાવીને કહે છે કે, અરે ! તું મારો પુત્ર છે અને તે પાપી ! તું આ ઉત્તમ જાતિની કન્યાઓને વટલાવે છે ? તું મારો પુત્ર છે અને પારિણી તારી માતાએ તે શેઠને અર્પણ કર્યો, તે વાત હું કેવી રીતે સહી શકું ? માટે આપણા ચંડાલના પાડામાં પ્રવેશ કર.
સમગ્ર કન્યાઓનાં માતા-પિતાઓ ક્ષોભ પામ્યાં અને ભોંઠા પડી ગયાં, તેઓ તો હવે શું કરવું? તેવા વિચારમાં મૂઢ બની ગયા, તેઓની વચ્ચેથી આ ચાંડાલ ખેંચીને ઘસડી ગયો. ત્યાં ભવનમાં લઈ ગયા પછી અદશ્ય દેવતાએ મેતાર્યને કહ્યું: “જો તું પ્રવ્રજ્યા લેવા માટે તૈયાર થાય, તો આ ચંડાળના વાડારૂપ કૂવામાંથી તને બહાર કાઢું.” તેણે કહ્યું કે, હવે તે કેવી રીતે બની શકે ? મારી હલકાઈ કરવામાં તે કશી બાકી રાખી
૪૦૩