Book Title: Dharmbindu Prakaran
Author(s): Rajshekharsuri
Publisher: Sarvoday Parshwanath Charitable Trust

View full book text
Previous | Next

Page 424
________________ ધર્મબિંદુમકરણ ચાડિયા પુરુષની માફક ચેષ્ટા વગરના નજર કરવા લાગ્યા. છતાં મુનિના હૃદયમાં કરુણા આવી, આ કુમારોને મેં ત્રાસ આપ્યો છે, એમ વિચારીને તરત ઉપવાસનાં પચ્ચખાણ કર્યા. ધીમેથી બહાર નીકળીને નગરના ઉદ્યાનમાં ગયા. ઇરિયાવહિ પ્રતિક્રમીને બેસીને સ્વાધ્યાય-ધ્યાન કરવા લાગ્યા. મેં પંચેન્દ્રિય આત્માને પીડા કરી છે,” એમ મનમાં પશ્ચાત્તાપ વહન કરતા હતા. ક્ષણવાર પછી દાસીએ કુમારોને નિશ્રેષ્ટ કષ્ટવાળી સ્થિતિમાં જોયા, આથી બૂમ પાડતી તે તરત રાજા પાસે પહોંચી. બનેલો બનાવ રાજાને જણાવ્યો. રાજાએ સાધુની સર્વ વસતિમાં તે સાધુની તપાસ કરાવી, પરંતુ તે ક્યાંય પણ જોવામાં ન આવ્યા. ત્યાર પછી આચાર્ય ભગવંતે કહ્યું કે, “એક નવા પરોણા સાધુ અહીં આવ્યા હતી, તે વહોરવા ગયા હતા, પણ પાછા આવ્યા નથી. જો તે કદાચ હોય, તો ના ન કહેવાય. દરેક સ્થળ પર તેમને શોધવા માટે પુરુષો મોકલ્યા, ત્યારે બહારના ઉદ્યાનમાં બેઠેલા દેખ્યા. રાજાને જ્યારે સમાચાર આપ્યા, ત્યારે રાજા જાતે જ સાધુની પાસે આવ્યા. પોતાના સગા ભાઈને ઓળખ્યા, ત્યારે તે વિસ્મય પામેલા મનવાળો થયો. ઘણા લાંબા કાળે દર્શન થયાં હોવાથી હર્ષથી રોમાંચિત ગાત્રવાળો તે ચરણ-કમળમાં પ્રણામ કરતો હતો, ત્યારે ભાદમુનિએ ઠપકો આપતાં કહ્યું કે-“ચન્દ્રાવતંસ કુલમાં ઉત્પન્ન થએલા અને મારા બન્યું એવા તને આ યોગ્ય છે? જિનશાસન વિષે ભક્તિ પણ ભૂલી ગયો, અથવા ભક્તિની વાત બાજુ પર રાખે, પરંતુ તારા પોતાના તોફાની પુત્ર છે, જે મુનિવર્ગને વિડંબના પમાડવાના એકચિત્તવાળો છે તેને પણ તું શિક્ષા કરતો નથી ? ત્યારે ફરી પણ ચરણ-કમળને કેશરૂપ વસ્ત્રથી લૂછતો પોતાના પુત્રના અવિનીતપણાને ખમાવે છે, તેમ જ પોતાના પ્રમાદની નિંદા કરે છે. પોતાના પુત્રને સાજો કરવાની દીન વચનોથી વારંવાર વિનંતિ કરે છે. મુનિએ કહ્યું કે, જો તેઓ પ્રવ્રજ્યા લે, તો નક્કી સાજા કરું. ત્યાં જઈને પુત્રને પૂછે છે, પરંતુ ઉત્તર દેવા સમર્થ થઇ શકતા નથી, માત્ર તદ્દન નિશ્ચલ અંગવાળા તેના સન્મુખ ટગમગ જોયા કરે છે. મુનિને ત્યાં લાવ્યા. મુખને સાજો કરીને કહ્યું કે, જો જિનદીક્ષાની શિક્ષાનો સ્વીકાર કરે, તો જ તમને આ દુઃખમાંથી છૂટકારો મળે. જ્યારે દીક્ષાની ઇચ્છા પ્રદર્શિત કરી, એટલે તે મુનિએ બંનેને સાજા કર્યા. પર્વત જેવા મોટા ભારનો આરોપણ કરવા રૂપ તેઓને દીક્ષા આપી. હવે મુનિચંદ્ર રાજાને ‘તું પણ સુંદર ધર્મનું સેવન કરતો નથી, તો નરજન્મમાં અહીં કયું સુખ છે ? ઇત્યાદિ ઉપદેશ આપ્યો. ભાઈ મુનિએ કહેલો ઉપદેશ મુનિચન્દ્ર રાજાએ સાંભળ્યો અને કહ્યું કે, “આપે ૪૦૧

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450