________________
ધર્મબિંદુપ્રકરણ
કરનારો છે કે, જે પોતાના કુમાર પુત્રની ઉપેક્ષા કરે છે ! તે મહાતપસ્વી પ્રશસ્ત ક્રોધ કરતા ઉજેણી નગરીએ પહોંચ્યા. ત્યાં આગળ સ્થાનિક સાધુઓ હતા, તેમણે આમનું આતિથ્ય કર્યું.
ગોચરી લાવવાનો સમય થયો, ત્યારે નવીન આવેલા મુનિને તે સ્થાનિક સાધુઓ તેમને માટે આહાર લાવવાનું પૂછવા ગયા કે, તમારા માટે અમે આહાર લેતા આવીએ. ત્યારે તે મુનિએ કહ્યું કે, “તો આત્મલબ્ધિવાળો હોવાથી મારો આહાર હું જાતે જ લાવીશ, તો મને તેવાં કુલો બતાવો કે, જ્યાંથી હું ગોચરી લાવી શકું. તેથી આચાર્યે તેને ઘર બતાવવા માટે એક નાનો સાધુ મોકલ્યો. સાધુ પ્રત્યે દ્વેષી વગેરેનાં ઘરો પૂછીને બાળમુનિને ઉપાશ્રયે પાછો મોકલીને તે મુનિ પેલા પુરોહિત-બ્રાહ્મણને ઘરે ગયા.
દ્વાર પ્રદેશમાં ઊભા રહીને મોટા શબ્દથી ઘર્મલાભ બોલ્યા, તે સમયે બ્રાહ્મણભાર્યા બહાર આવીને મુનિને ધીમેથી વિનંતિ કરવા લાગી કે, “હે સ્થવિરાર્ય ! આપ ઘીમા પગલાથી અને મૌનપણે વહોરી જાવ, ઉતાવળા મોટા શબ્દ કરવાથી તોફાની અટકચાળા રાજકુમાર અને પુરોહિત કુમાર સાંભળશે. ખબર પડશે તો નાહક તમને હેરાન કરશે.” ત્યારપછી મુનિ વધારે મોટા શબ્દોથી ઉંચા કાન થઈ જાય તેમ બોલ્યા કે, કુમારોની પાસે જઈને પણ ધર્મલાભ સંભળાવીશ.
એટલામાં તે બંને કુમારો બહાર આવ્યા અને એકાંતમાં લઈ જઈને મુનિને કહેવા લાગ્યા કે, “હે વૃદ્ધ કાયાવાળા આર્ય ! તમે નૃત્ય કરવાનું જાણો છો, તો જલ્દી નૃત્ય કરી બતાવો, જેથી પ્રસન્ન થઈને તમોને અમે દૂધ, ખીર, ખાંડ, પુડલા વિગેરે ભિક્ષા આપીશું.” હસતા મુખથી મુનિ કુમારોને કહેવા લાગ્યા કે, “તમને હું અવશ્ય પ્રસન્ન કરીશ. હું સારી રીતે નૃત્ય તો કરી શકું, પણ જો સાથે વાજિંત્ર બરાબર કોઈ વગાડે તો.' તેઓએ કહ્યું કે, “અમે સંગીતના પાઠ સાથે બોલીને સારી રીતે વાજિંત્ર વગાડીશું.'
ત્યારે સાગરચન્દ્ર નૃત્ય શરૂ કર્યું. તેઓ તાળીઓના તાલ આપવા લાગ્યા, પણ બરાબર તાલ આપવાનું જાણતા ન હતા. આથી મુનિએ તેમને કહ્યું કે, “તમો મહામૂર્ખ છો,” નૃત્યમાં વાજિંત્રનો તાલ કેવો આપવો, તેની તમને ખબર નથી. તમે મને ખોટા કૂટ આલાપ આપીને નૃત્ય કરાવો છો ! પછી ગુસ્સે થઇને ક્ષણવાર હાથથી કદર્થના કરીને દુરાચારી કુમારોને ભુજાના યુદ્ધથી ભૂમિ પર પાડયા.
ત્યારપછી તપસ્વી મુનિએ તેના અંગોના સાંધાઓ છૂટા પાડી નાખ્યા. એટલે
૪૦૦ -