________________
ધર્મબિંદુપ્રકરણ
હોત, તો મારા અંગથી ઉત્પન્ન થએલા મારા પુત્રો આ લક્ષ્મી અને રાજશોભાથી કેવા સારી શોભા પામતાં હોત. લોકોની કહેવત મેં આજે સત્ય સાબિત કરી છે- “જે અપાતું ન સ્વીકારે તે પછી માગે તો પણ ન મળે.'
હજ આજે પણ કંઈ નાશ પામ્યું નથી, ઝેર આપીને સાગર રાજાને મારી નાખું. જેથી કરીને આ રાજલક્ષ્મી મારા પુત્રને વિષે સંક્રાન્ત થાય. એ પ્રમાણે તેને મારી નાખવાનો નિશ્ચય કરીને તેને મારવાના છિદ્રો ખોળવા લાગી. અથવા તો સ્ત્રીઓનો ધંધો-વ્યવસાય આવા પ્રકારનો હોય છે. કોઈક સમયે રાજવાટિકામાં રોકાયેલા રાજાના ભોજન નિમિત્તે અતિસુગંધી સિંહકેસરિયા લાડુઓ લઈને દાસી જતી હતી, ત્યારે પ્રિયદર્શનાએ બૂમ પાડીને તેને બોલાવી અને કહ્યું કે, અરે ! એક લાડુ તો મને જોવા આપ, જેથી જાણું કે આ લાડુઓ કેવા છે? આગળથી ઝેરથી ભાવિત કરેલી હથેળીઓ વડે તેનો સ્પર્શ કરીને, લાડુની બધી બાજુઓ ઉપર ઝેરવાળો હાથ ફેરવીને ફરી કહ્યું કે, અહો ! આટલા સુગંધી છે ! એમ કહીને પાછો આપી દીધો, તે લઈને તે દાશી ત્યાં ગઈ અને રાજાના હસ્તમાં તે અર્પણ કર્યો.
હાથમાં રહેલ મોદકવાળો તે ગુણભંડાર રાજા વિચાર કરે છે કે, “નાના ભાઇઓ નજીકમાં ભૂખ્યા હોય અને મારાથી એકલાએ તે કેમ ખવાય, તો લાડુના બે ખંડ કરીને એક તેને આપ્યો અને બીજો પોતે ખાધો. તીક્ષ્ણ ભૂખથી દુર્બલ કુક્ષિવાળા જેમ જેમ તે ખાવા લાગ્યા, તેમ તેમ ઝેરની લહરીઓ તેને જલ્દી શરીરમાં વ્યાપવા લાગી. આમ અણધાર્યું થવાથી રાજા ચમક્યો અને તરત વૈદ્યોને બોલાવ્યા. વિષનો નાશ કરનારા વૈદ્યોએ તત્કાળ આવી તેમને સ્વસ્થ કર્યા. ત્યારપછી રાજાએ દાસીને બોલાવીને પૂછયું કે, “હે દુષ્ટા ! પાપિણી ! સાચી હકીકત બોલ કે, આ અઘટિત આચરણ કોનું છે?'
દાસીએ કહ્યું કે - “આમાં હું કઈ જાણતી નથી. બીજા કોઇએ આ દેખ્યો પણ નથી. માત્ર હું અહીં આવતી હતી, ત્યારે પ્રિયદર્શના રાણીએ મને બોલાવીને મારી પાસે આદરપૂર્વક લાડુ જોવા માટે માગ્યો હતો. “આ માતા છે' એમ માનીને મેં તેને જોવા આપ્યો હતો. પોતાના હાથથી વારંવાર ઘણા સમય સુધી સ્પર્શ કરીને “અતિસુંદર છે' એમ આનંદિત હૃદયવાળી તેણે ફરી પાછો આપી દીધો.
રાજાને નિર્ણય થઈ ગયો કે, “નક્કી તે પાપિણીએ આ દુષ્ટ ઇચ્છા કરેલી છે. મને મારી નાખીને રાજ્યલક્ષ્મી પોતાના પુત્રમાં સંક્રાન્ત કરવાની ઇચ્છા કરે છે. કુલીન નારીઓ હોવા છતાં તેમની તુચ્છ બુદ્ધિને ધિક્કાર થાઓ. માતા હોવા છતાં મારા સરખો ભક્તિવાળો પુત્ર હોવા છતાં મારા પ્રત્યે આ માતા આવું અઘટિત વર્તન રાખે
૩૯૮