________________
ધર્મબિંદુપ્રકરણ
ભૂલ છે ? આમ વિચાર કરી આનંદને કહ્યું: આનંદ ! હું પ્રભુ મહાવીર પાસે જાઉં છું અને આ બાબતનો નિર્ણય તેઓની પાસેથી મેળવીશ. આનંદે કહ્યું: ભલે ગુરુજી પધારો અને તે કૃપાળુ મારા પરમ ઉપગારી જ્ઞાની ગુરુદેવને મારા તરફથી વારંવાર નમન કહેશો અને શાતા પૂછશો. આનંદ ! ભલે એમ કહીશ, આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી ત્યાંથી નીકળીને શ્રી મહાવીર પ્રભુની પાસે આવ્યા. આનંદ સાથે થયેલી અવધિજ્ઞાન સંબંધી વાત શ્રી ગૌતમસ્વામીએ મહાવીર પ્રભુને કરી. પ્રભુએ કહ્યું છે ગૌતમ ! આ વિષયમાં આનંદનું કહેવું સારું છે, માટે તું આનંદ શ્રાવકની પાસે જઈને ક્ષમા માગ. આથી શ્રી ગૌતમસ્વામી તુરત આનંદની પાસે ગયા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માગી.
આનંદ શ્રાવક એક માસનું અનશન પાળીને સમાધિપૂર્વક કાળધર્મ પામીને પહેલા દેવલોકમાં ઉત્પન્ન થયા. દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને મોક્ષને પામશે.
મેતાર્યમુનિની કથા (અ. ૬ સૂ. ૩૬) સાકેતપુર નગરમાં જિનધર્મનો અનુરાગી ચંદ્રાવત સક નામનો રાજા હતો. તેને બે પત્નીઓ હતી. તેમાં પહેલીનું નામ સુદર્શન અને બીજીનું નામ પ્રિયદર્શન હતું. પ્રથમ પત્નીને પહેલો સાગરચંદ્ર નામનો પુત્ર હતો, તેમ જ બીજો મુનિચંદ્ર નામનો પુત્ર હતો. બીજી પત્નીને ગુણચંદ્ર અને બાલચંદ્ર નામના બે પુત્રો હતા. તેમાંથી રાજાએ સાગરચંદ્રને યુવરાજ બનાવ્યો. મુનિચંદ્રને કુમારના ભોગવટા માટે ઉજેણી નગરી આપી. ત્યાં જઈને તે પોતાના સ્વજન માફક પ્રજાનું પાલન કરતો હતો.
કોઇક સમયે અંતઃપુરમાં રહેલા મહારાજા ચિંતવવા લાગ્યા કે, “હા દેવી આવી પહોંચી નથી, ત્યાં સુધી હું કાઉસ્સગ્નમાં ઉભો રહું.” “જ્યાં સુધી આ દીપશિખા દીપે છે, ત્યાં સુધી મારો કાઉસ્સગ્ગ હોજો.” આ પ્રમાણે ઊભા ઊભા તે રાજા મણિની પૂતળી માફક શોભતા હતા. રાત્રિનો એક પહોર પસાર થયો, ત્યારે દીપકનું તેજ ઘટવા લાગ્યું. ત્યારે દાસી વિચારવા લાગી કે, રાજા અંધકારમાં કેવી રીતે ઊભા રહેશે ? એમ ધારીને તે દાસીએ તે દીપકના ભાજનમાં પૂર્ણ તેલ ભર્યું.
રાજાએ પણ અભિગ્રહ ગ્રહણ કરેલો હોવાથી કાઉસ્સગ્ન ન પાર્યો. મનમાં ધર્મ ધ્યાનનો દીપક સ્પર્ધા કરતો હોય તેમ બળવા લાગ્યો. આ પ્રમાણે બીજા, ત્રીજા પહોરમાં પણ દાસીએ દીપકમાં તેલ પૂર્યું, જેથી ચારે પહોરમાં દીપક ઓલવાયા વગરનો ચાલુ જ રહ્યો. અતિસુકુમાર શરીરવાળા રાજાના સર્વાંગમાં રુધિર ભરાઈ ગયું
૩૯૬