________________
ધર્મબિંદુપ્રકરણ
આઠમો અધ્યાય
सप्तमनरक पृथ्वीप्रायोग्यायुर्बन्धनिमित्तम हारम्भादिपापस्थानवर्तिनोऽपि तथाविधभावविकलत्वान्न तदायुर्बन्धं प्रति प्रत्यलीभवन्ति, एवं सयोगकेवलिनोऽपि सर्वत्र निःस्पृहमनसः पूर्वसंस्काराद्विहितेतरयोरर्थयोः प्रवृत्ति-निवृत्ती कुर्वन्तोऽपि न भावतस्तद्वन्तो વ્યઢિયન્ત I૪૨ll
પ્રશ્ન :- સંસાર અને મોક્ષમાં એકાંતે નિઃસ્પૃહ એવા કેવલી ભગવાનની વિહિત વિષયમાં પ્રવૃત્તિ અને નિષિદ્ધ વિષયમાં નિવૃત્તિ કેવી રીતે થાય? (કારણકે હું આમ કરું, હુ આમ ન કરું ઇત્યાદિ કોઈ પ્રકારની ઉત્સુકતા તેનામાં નથી) ઉત્તર--- પૂર્વના સંસ્કારના કારણે કુંભારચક્રના ભ્રમણની જેમ દ્રવ્યથી જ થાય છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છેઃ- કુંભાર દંડથી ચક્રને ફેરવીને દંડ લઈ લે છે તો પણ પૂર્વના વેગથી ચક્ર ભમ્યા કરે છે. તે રીતે કેવલી ભગવાન કેવલજ્ઞાન પામ્યા પહેલાં શાસ્ત્રના આધારે વિહિતમાં પ્રવૃત્તિ અને નિષિદ્ધમાં નિવૃત્તિ કરતા હતા, તેના જે સંસ્કારો પડયા એ સંસ્કારોના આધારે કેવલજ્ઞાન પામ્યા પછી ઉત્સુકતા વિના પણ વિહિતમાં પ્રવૃત્તિ અને નિષિદ્ધમાં નિવૃત્તિ કરે છે. એથી જ તેમની પ્રવૃત્તિ અને નિવૃત્તિ દ્રવ્યથી થાય છે, ભાવથી નહિ. આ વિષયને વિચારતા ગ્રંથકાર કહે છે :
| સર્વકાળે અને સર્વસ્થળે માનસિક વિકલ્પપૂર્વક થતી વિહિતમાં પ્રવૃત્તિ અને નિષિદ્ધમાં નિવૃત્તિ ભાવવ્યવહાર કહેવાય છે.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે:- કોઈપણ વિષયમાં જે પ્રવૃત્તિ કે નિવૃત્તિ માનસિક પ્રણિધાન (= ઉપયોગ - વિચાર) પૂર્વક થાય તેને જ તત્ત્વવેદીઓ તાત્ત્વિક કહે છે, પણ અન્યને નહિ. કારણકે અભવ્ય વગેરે અનાભોગ આદિથી પરિપૂર્ણ સાધુક્રિયાવાળા હોવા છતાં શાસ્ત્રમાં તેમનો તાત્ત્વિક સાધુક્રિયાવાળા તરીકે વ્યવહાર કરાયો નથી, અર્થાત્ તેમને તાત્ત્વિક સાધુક્રિયાવાળા માનવામાં આવ્યા નથી. તથા સંમૂર્છાિમ મત્સ્ય વગેરે સાતમી નરક પૃથ્વીને પ્રાયોગ્ય આયુષ્યના બંધનું કારણ એવા મહારંભ વગેરે પાપસ્થાનમાં રહેનારા હોવા છતાં તેવા પ્રકારના ભાવથી રહિત હોવાથી સાતમી નરકનું આયુષ્ય બાંધવા સમર્થ બનતા નથી. એ પ્રમાણે સર્વત્ર નિસ્પૃહમનવાળા સયોગી કેવલીઓ પણ પૂર્વના સંસ્કારથી વિહિતમાં પ્રવૃત્તિ અને નિષિદ્ધમાં નિવૃત્તિ કરતા હોવા છતાં તેઓ ભાવથી પ્રવૃત્તિ - નિવૃત્તિવાળા મનાતા નથી. • (૪૯)
• દિશદ્રઃ પૂર્વોત્તમાનાર્થીએ પદોનો અર્થ સ્વયં સમજી લેવો.
ઉ૮ર