________________
ધર્મબિંદુપ્રકરણ
આઠમો અધ્યાય
अत्रैवाभ्युच्चमाह
પ્રતીતિસિદ્ધચ્ચાય સાથોસવેતસામ્ II વાપરૂા તા.
प्रतीतिसिद्धः स्वानुभवसंवेदिः, चः समुच्चये, अयं पूर्वोक्तोऽर्थः सद्योगेन . शुद्धध्यानलक्षणेन ये सचेतसः सचित्ताः तेषाम्, संपन्नध्यानरूपामलमानसाः महामुनयः स्वयमेवामुमर्थं प्रतिपद्यन्ते, न पुनरत्र परोपदेशमाकाङ्क्षन्ते इति ।।५०।।
અહીં જ વિશેષ કહે છે :
પૂર્વોક્ત વિષય (માનસિક પ્રણિધાન વિના દ્રવ્યથી જ પ્રવૃત્તિ - નિવૃત્તિ થાય છે એ વિષય) શુદ્ધધ્યાનરૂપ સદ્યોગથી ચિત્તવાળાઓને સ્વાનુભવથી સિદ્ધ છે, અર્થાત્ નિર્મલ ધ્યાનરૂપ મનવાળા મહામુનિઓ જાતે જ આ વિષયને જાણે છે, પણ આ વિષયમાં પરના ઉપદેશની ઇચ્છા રાખતા નથી. (૫૦)
अथ प्रस्तुतमेवाह
સુવાચ્છું ૨ પરમાર રાપરૂા તિ निरुत्सुकप्रवृत्तिसाध्यस्वास्थ्याद् यदधिकं स्वास्थ्यं तत् सुस्वास्थ्यमुच्यते, तदेव परमानन्दो मोक्षसुखलक्षणः ।।५१।।
હવે પ્રસ્તુત વિષયને જ કહે છે -
સુસ્વાથ્ય જ પરમાનંદ છે, અને તે મોક્ષસુખરૂપ છે. ઉત્સુકતા રહિત પ્રવૃત્તિથી સાધી શકાય તેવા સ્વાથ્યથી જે અધિક સ્વાથ્ય તે સુસ્વાથ્ય કહેવાય છે. (તેરમાં ગુણસ્થાને ઉત્સુકતા રહિત પ્રવૃત્તિથી સાધી શકાય તેવું સ્વાચ્ય હોય છે. પણ મોક્ષમાં કોઈ પ્રવૃત્તિ હોતી નથી. એથી મોક્ષમાં તેનાથી પણ અધિક સ્વાથ્ય = સુસ્વાથ્ય હોય છે. આમ સ્વાથ્ય અને સુસ્વાથ્યમાં ભેદ છે.) (૫૧)
कुत इत्याह
तदन्यनिरपेक्षत्वात् ॥५२॥५३३॥ इति। तस्माद् आत्मनः सकाशादन्यस्तदन्यः स्वव्यतिरिक्तः तनिरपेक्षत्वात् ।।५२।। સુસ્વાથ્ય જ પરમાનંદ શાથી છે તે કહે છે - કારણકે સુસ્વાથ્ય આત્મા સિવાય બીજાની અપેક્ષાથી રહિત છે. (૧૨)
૩૮૩.