________________
ધર્મબિંદુપ્રકરણ
આઠમો અધ્યાય
પૂર્વાશ - પૂર્વનો એટલે પહેલાંનો. આવેશ એટલે વેગ. સંસારાવસ્થામાં ગતિનો જે વેગ હતો તે વેગના કારણે જ સિદ્ધ જીવ (કર્મરહિત હોવા છતાં) પરમપદે જાય છે.
તસ્વભાવ :- હવે એ પ્રશ્ન થાય કે પૂર્વના વેગથી સિદ્ધ જીવ ગતિ કરે છે તે ઘટે છે. પણ ઉપર જ ગતિ કેમ કરે છે? નીચે કે તિર્થી ગતિ કેમ કરતો નથી? આ પ્રશ્નનો • ઉત્તર તસ્વમાવ શબ્દથી આપ્યો છે. સિદ્ધ જીવનો બંધનથી મુક્ત થયેલા એરંડાના ફળની જેમ ઉપર જવાનો સ્વભાવ છે.
અનંતવીર્યયુક્તત્વ :- આત્મા અપાર સામર્થ્યથી યુક્ત છે.
સમશ્રેણિક - શૈલેશી અવસ્થામાં જે ક્ષેત્રનો આશ્રય લીધો હોય તે ક્ષેત્રની અપેક્ષાએ સમશ્રેણિથી પરમપદે જાય છે. (૫)
स तत्र दुःखविरहादत्यन्तसुखसंगतः। तिष्ठत्ययोगो योगीन्द्रवन्धस्त्रिजगतीश्वरः ॥६॥ इति ।
सः अनन्तरोक्तो जीवः तत्र सिद्धिक्षेत्रे दुःखविरहात् शारीर-मानसबाधावैधुर्यात्, किमित्याह- अत्यन्तसुखसंगतः आत्यन्तिकैकान्तिकशर्मसागरोदरमध्यमग्नस्तिष्ठति अयोगो मनो-वाक्-कायव्यापारविकलः योगीन्द्रवन्यो योगिप्रधानमाननीयः, अत एव त्रिजगतीश्वरः द्रव्य-भावापेक्षया सर्वलोकोपरिभागवर्तितया जगत्रयपरमेश्वर इति ।।६।।
સિદ્ધ થયેલ જીવ શારીરિક - માનસિક પીડાથી રહિત હોય છે, અને એથી આત્યંતિક ( = શાશ્વત) અને એકાંતિક (= દુઃખથી રહિત) સુખસાગરના ઊંડા મધ્યભાગમાં મગ્ન રહે છે. મન - વચન - કાયાની પ્રવૃત્તિથી રહિત હોય છે. યોગીઓમાં જે શ્રેષ્ઠ હોય તેને પણ વંદનીય છે અને એથી જ દ્રવ્ય - ભાવની અપેક્ષાએ સર્વલોકના ઉપરના ભાગમાં રહેનારા હોવાથી ત્રણ જગતના પરમેશ્વર છે. (ચૌદરાજના અંતે રહેલા હોવાથી દ્રવ્યથી સર્વલોકના ઉપરના ભાગમાં રહે છે અને બધા જીવોથી અધિક ઐશ્વર્યવાળા હોવાથી ભાવથી સર્વલોકના ઉપરના
• આ વિષે અન્ય ગ્રંથોમાં એરંડફળના દૃષ્ટાંત ઉપરાંત માટીલેપ અને દીપકજ્યોતિ એ બે દૃષ્ટાંતો પણ આપેલા છે. માટીનો લેપ લગાડીને જળમાં ડૂબાવેલું તુંબડું લેપનો સંગ દૂર થતાં પાણીની ઉપર આવી જાય છે. તેમ મુક્તાત્મા કર્મરૂપ સંગથી રહિત થતાં ઉપર જાય છે. જેમ દીપકજ્યોતિનો ઉપર જવાનો સ્વભાવ છે તેમ આત્માનો ઊર્ધ્વગતિ કરવાનો સ્વભાવ છે.
૩૮૮