Book Title: Dharmbindu Prakaran
Author(s): Rajshekharsuri
Publisher: Sarvoday Parshwanath Charitable Trust

View full book text
Previous | Next

Page 410
________________ આઠમો અધ્યાય ધર્મબિંદુપ્રકરણ આ પ્રમાણે ઉત્સુકતાની આત્યંતિક (= ફરીથી ન થાય તેવી) નિવૃત્તિ થવાથી સિદ્ધોના અનુપમ સુખની સિદ્ધિ થાય છે અને તેની શ્રદ્ધા કરવી જોઇએ. (૧) अथोपसंहरन्नाह सद्ध्यानवह्निना जीवो दग्ध्वा कर्मेन्धनं भुवि । सद्ब्रह्मादिपदैर्गीतं स याति परमं पदम् ||४|| इति । सद्ध्यानवह्निना शुक्लध्यानलक्षणज्वलज्ज्वलनेन करणभूतेन जीवो भव्यजन्तुविशेषः दग्ध्वा प्रलयमानीय कर्मेन्धनं भवोपग्राहिकर्मलक्षणं भुवि मनुष्यक्षेत्रलक्षणायाम्, . किमित्याहसद्ब्रह्मादिपदैः, सद्भिः सुन्दरैः ब्रह्मादिपदैः ब्रह्म-लोकान्तादिभिर्ध्वनिभिर्गीतं शब्दितं सः आराधितशुद्धसाधुधर्मो जीवो याति प्रतिपद्यते परमं पदम् इति ||४|| હવે ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે : જેણે શુદ્ધ સાધુધર્મની આરાધના કરી છે તે જીવ શુક્લધ્યાનરૂપ બળતા અગ્નિ વડે ભવોપગ્રાહિકર્મરૂપ કાને બાળીને પરમપદને પામે છે. આ પરમપદ મનુષ્યલોકમાં બ્રહ્મ અને લોકાંત વગેરે સુંદર શબ્દોથી કહેવાય છે. અર્થાત્ બ્રહ્મ અને લોકાંત વગેરે શબ્દો પરમપદના પર્યાયવાચી શબ્દો છે. (૪) न च वक्तव्यम्- अकर्मणः कथं गतिरित्याहपूर्वावेधवशादेव तत्स्वभावत्वतस्तथा । अनन्तवीर्ययुक्तत्वात् समयेनानुगुण्यतः || ५ || इति । पूर्वविधवशात्, पूर्वं संसारावस्थायां य आवेधः आवेशो गमनस्य तस्य वशः, तस्मात्, एवशब्दोऽवधारणे, तत्स्वभावत्वतः, सः ऊर्ध्वगमनलक्षणो बन्धनमुक्तत्वेनैरण्डबीजस्येव स्वभावो यस्य स तथा, तद्भावस्तत्त्वम्, तस्मात्, तथेति हेत्वन्तरसमुच्चये, अनन्तवीर्ययुक्तत्वाद् अपारसामर्थ्यसंपन्नत्वात् समयेनैकेन आनुगुण्यतः शैलेश्यवस्थावष्टब्धक्षेत्रमपेक्ष्य समश्रेणितया, परमपदं यातीत्यनुवर्त्तत इति ||५|| કર્મરહિત જીવની ગતિ કેવી રીતે થાય તેમ ન કહેવું. કર્મરહિત જીવની ગતિ કેવી રીતે થાય તે કહે છે ઃ સિદ્ધ જીવ પૂર્વાવેશ, તત્ત્વભાવ અને અનંતવીર્ય યુક્તત્વ એ ત્રણ કારણોથી એક સમયમાં સમશ્રેણિથી પરમપદે જાય છે. ३८७

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450