________________
ઘર્મબિંદુપ્રકરણ
આઠમો અધ્યાય
ઉત્સુકતાનો નિષેધ કેમ કરવામાં આવે છે એ પ્રશ્નનો ઉત્તર કહે છે -
ઉત્સુકતા દુઃખ છે. કારણકે ઉત્સુકતા સર્વસુખનું મૂલ એવા સ્વાસ્થનો વિનાશ કરે છે. (અહીં પોતાનામાં જ રહેવું એ સ્વાથ્ય સમજવું.) (૪૪)
यदि नामौत्सुक्यात् स्वास्थ्यविनाशस्तथापि कथमस्य दुःखरूपतेत्याशङ्क्याह -
दुःखशक्त्युनेकतोऽस्वास्थ्यसिद्धेः ॥४५॥५२६॥ इति ।
दुःखशक्तेः दुःखबीजरूपाया उद्रेकतः उद्भवात् सकाशाद् अस्वास्थ्यस्य स्वात्मन्येवास्वस्थतारूपस्य सिद्धेः संभवात् ।।४५।।
જો ઉત્સુકતાથી સ્વાથ્યનો વિનાશ થાય છે તો પણ ઉત્સુકતા દુઃખરૂપ કેમ છે એવી આશંકા કરીને તેનો ઉત્તર કહે છે :
દુઃખના બીજની ઉત્પત્તિથી પોતાના આત્મામાં જ અસ્વાથ્યની ઉત્પત્તિ થાય છે. (ઉત્સુકતા દુઃખનું બીજ છે. પરમાર્થથી દુઃખનું બીજ (= કારણ) જદુઃખ કહેવાય છે. આથી પરમાર્થથી ઉત્સુકતા દુઃખરૂપ છે.) (૪૫)
अस्वास्थ्यसिद्धिरपि कथं गम्या इत्याह
__ हितप्रवृत्त्या ॥४६॥५२७॥ इति हितप्रवृत्त्या, हितेषु दुःखशक्त्युद्रेकवशसंजातास्वास्थ्यनिवर्त्तकेषु वस्तुषु मनःप्रीतिप्रदप्रमदादिषु प्रवृत्त्या चेष्टनेन ।।४६।।
અસ્વાથ્યની ઉત્પત્તિ થઈ છે તે પણ કેવી રીતે જાણી શકાય તે કહે છે :
• હિતકારી = દુઃખબીજની ઉત્પત્તિના કારણે ઉત્પન્ન થયેલા અસ્વાથ્યને દૂર કરનારી અને મનને હર્ષ આપનારી સ્ત્રી આદિ વસ્તુઓમાં પ્રવૃત્તિ થવાથી અસ્વાથ્યની ઉત્પત્તિ થઈ છે એ જાણી શકાય છે. (જો અસ્વાથ્યની ઉત્પત્તિ જ ન થઈ હોય તો તેવી વસ્તુઓમાં પ્રવૃત્તિ કેમ થાય ? તેવી વસ્તુઓમાં પ્રવૃત્તિ થાય છે એ જ સૂચવે છે કે અસ્વાથ્યની ઉત્પત્તિ થઈ છે.) (૪૬)
• હિતકારી અને મનને હર્ષ આપનારી એ બે વિશેષણો સ્ત્રી આદિ વસ્તુઓના છે. સ્ત્રી આદિ વસ્તુઓ અલ્પસમય સુધી અસ્વાસ્થને દૂર કરે છે એ અપેક્ષાએ અહીં સ્ત્રી આદિ વસ્તુઓને હિતકારી કહી છે.
૩૮૦