________________
ધર્મબિંદુપ્રકરણ
આઠમો અધ્યાય
पञ्चस्वपि, न पुनरेकस्मिन्नेव क्वचित्, महाकल्याणेषु गर्भाधान-जन्मदिनादिषु त्रैलोक्यशङ्करं जगत्त्रयसुखकारि, तीर्थकृत्त्वमित्यनुवर्तते, इत्थं परार्थसाधकत्वमुक्त्वा स्वार्थसाधकत्वमाह- तथैव त्रैलोक्यसुखकरणप्रकारेण स्वार्थसंसिद्ध्या क्षायिकसम्यग्दर्शनज्ञान-चारित्रनिष्पत्त्या परं प्रधानं निर्वाणकारणं मुक्तिहेतुरिति ।।३।।
આ જ વિષયને વિચારે છે :
ગર્ભાધાન દિવસ અને જન્મદિવસ વગેરે પાંચેય મહાકલ્યાણકોમાં, નહિ કે કોઈ એક જ કલ્યાણકમાં, તીર્થંકરપદ ત્રણે જગતને સુખી કરે છે.
આ પ્રમાણે પરકાર્ય સાધે છે એમ કહીને હવે સ્વકાર્યને સાધે છે એ કહે છે - તે જ પ્રમાણે એટલે કે જે પ્રમાણે ત્રણે જગતને સુખી કરે છે તે જ પ્રમાણે પોતાના કાર્યની સિદ્ધિથી = ક્ષાયિકસમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રની સિદ્ધિ થવાથી તીર્થંકરપદ મોક્ષનું શ્રેષ્ઠ કારણ છે. (૩)
इत्युक्तप्रायं धर्मफलम्, इदानीं तच्छेषमेव उदग्रमनुवर्णयिष्यामः ।१।४८२। इति।
सुगममेव, परं तच्छेषम् इति धर्मफलशेषम् ।।१।।
આ પ્રમાણે ધર્મફલ લગભગ કલ્યું. હવે બાકી રહેલા જ ઉત્કૃષ્ટ ધર્મફલનું વર્ણન કરીશું. (૧)
एतदेव दर्शयति
तच्च सुखपरम्परया प्रकृष्टभावशुद्धेः सामान्यचरमजन्म तथा तीर्थकृत्त्वं च ॥२॥४८३॥ इति ।
तच्च तत् पुनर्धर्मशेषफलमुदग्रं (सुखस्य) परम्परया उत्तरोत्तरक्रमेण प्रकृष्टभावशुद्धेः सकाशात्, किमित्याह- सामान्यचरमजन्म, सामान्यं तीर्थकरा-ऽतीर्थकरयोः समानं चरमजन्म अपश्चिमदेहलाभलक्षणम् तथेति पक्षान्तरोपक्षेपे तीर्थकृत्त्वं तीर्थकरभावलक्षणम्, વઃ સમુચ્ચયે ||રા/
આ જ બતાવે છે -
બાકી રહેલા ધર્મનું ઉત્કૃષ્ટ ફળ • સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે છે. •સામાન્ય અને વિશેષ એવા બે ભેદોનો ટીકામાં ઉલ્લેખ નથી. પણ નવા અભ્યાસીને સમજવામાં સરળતા રહે એ માટે આજુ – બાજુના વર્ણનના આધારે ભાવાનુવાદમાં તે બે ભેદો કર્યા છે.
૩૬ ૧