________________
ધર્મબિંદુપ્રકરણ
આઠમો અધ્યાય
सत्स्वेषु न यथावस्थितं सुखम्, स्वधातुवैषम्यात् ॥१२॥४९३॥ इति।
सत्स्वेतेषु रागादिषु न नैव यथावस्थितं पारमार्थिकं सुखं जीवस्य, अत्र हेतुःस्वधातुवैषम्यात् दधति धारयन्ति जीवस्वरूपमिति धातवः सम्यग्दर्शनादयो गुणाः, स्वस्य आत्मनो धातवः, तेषां वैषम्यात् यथावस्थितवस्तुस्वस्वरूपपरिहारेणान्यथारूपतया भवनं तस्मात्, यथा हि वातादिदोषोपघाताद् धातुषु रसासृगादिषु वैषम्यापन्नेषु न देहिनो यथावस्थितं कामभोगजं मनःसमाधिजं वा शर्म किञ्चन लभन्ते तथा अमी संसारिणः सत्त्वाः रागादिदोषवशात् सम्यग्दर्शनादिषु मलीमसरूपतां प्राप्तेषु न राग-द्वेष-मोहोपशमजं શર્ષ સમાસવિયન્તીતિ 9રા
હવે “રાગાદિદોષો ભાવસંનિપાત છે' એ વિષયનું સમર્થન કરે છે :
રાગાદિ હોય ત્યારે જીવને પારમાર્થિક સુખ થતું નથી. કારણ કે પોતાની ધાતુઓ વિષમ બની જાય છે. પોતાની = આત્માની. જે જીવસ્વરૂપને ધારણ કરે તે ધાતુ. સમ્યગ્દર્શનાદિ ગુણો ધાતુ છે. વિષમ બનવું એટલે યથાવસ્થિત વસ્તુનું પોતાના સ્વરૂપનો ત્યાગ કરીને બીજા સ્વરૂપે બનવું. | (અહીં પોતાની, ધાતુઓ અને વિષમ બની જવું એ ત્રણનો જે અર્થ કયો તેના આધારે “પોતાની ધાતુઓ વિષમ બની જાય છે” એ વાક્યનો “આત્માના સમ્યગ્દર્શનાદિ ગુણો મિથ્યાત્વાદિ રૂપે બની જાય છે” એવો અર્થ થાય છે.)
જેવી રીતે વાતાદિ દોષો પોતપોતાનું કાર્ય કરવામાં અસમર્થ બની જવાના કારણે રસ - લોહી વગેરે ધાતુઓ વિષમ બની જતાં જીવો કામ – ભોગથી થતું કે માનસિક સમાધિથી થતું સુખ જરા પણ પામતા નથી, તેમ આ સંસારી જીવો રાગાદિ દોષોથી સમ્યગ્દર્શનાદિ ગુણો મલીન બની જતાં રાગ - દ્વેષ – મોહના ઉપશમથી થતું સુખ પામતા નથી. (૧૨)
अमुमेवार्थं व्यतिरेकत आह
क्षीणेषु न दुःखम्, निमित्ताभावात् ॥१३॥४९४॥ इति।
क्षीणेषु रागादिषु न दुःखं भावसंनिपातजं समुत्पद्यते, कुत इति चेदुच्यतेनिमित्ताभावात् निबन्धनविरहादिति ।।१३।।
આ જ અર્થને વિપરીતપણે કહે છે :રાગાદિ દોષોનો ક્ષય થઈ જતાં ભાવસંનિપાતથી થતું દુઃખ ઉત્પન્ન થતું નથી.
૩૬૯