________________
ધર્મબિંદુપ્રકરણ
આઠમો અધ્યાય
પોતાના સ્વાર્થમાં જરાય હાનિ ન પહોંચે તેવો પરોપકાર કરવાના સ્વભાવવાળા હશે એમ કોઈને ન થાય, માટે અહીં પરાર્થ વ્યસની કડ્યા પછી કહ્યું કે સ્વાર્થને ગૌણ કરનારા હોય. અવસરે પોતાના સ્વાર્થને હાનિ પહોંચાડીને પણ પરોપકાર કરે. જેમકે – તેવો પ્રસંગ આવી જાયતો પોતે ભૂખ્યા રહીને પણ બીજાની ભૂખને
ભાંગે.
૩) ઉચિત ક્રિયાવાળા:- ઘર, મંદિર, ઉપાશ્રય, બજાર, મુસાફરી, સમાજ વગેરે દરેક સ્થળે જે સમયે જે ઉચિત હોય તે સમયે તે ઉચિત કરે. તે રીતે માતા - પિતા, બંધુ, ગુરુ, સાધર્મિક, શેઠ વગેરે જેના પ્રત્યે જ્યારે જે ઉચિત હોય તેના પ્રત્યે ત્યારે તે ઉચિત કરે. દેવ, ગુરુ અને સાધર્મિકની જેની જેટલી ઉચિત હોય તેની તેટલી ભક્તિ કરે. ( ૪) દીનતાથી રહિત :- સંપત્તિ ચાલી જાય, શરીરમાં રોગ આવે, તેવી કોઈ આપત્તિ આવે વગેરે સંયોગોમાં દીન - હતાશ ન બને. જ્યાં ત્યાં રોદણાં ન રુવે. હૃદયથી ભાંગી ન પડે.
૫) સફલ આરંભવાળા - એવા કાર્યનો આરંભ કરે કે જેમાં સફળતા મળે. આનો તાત્પર્યાર્થ એ છે કે કોઈ પણ કાર્યનો આરંભ કરતા પહેલાં પોતાની શક્તિ અને સંયોગો વગેરેનો બરોબર વિચાર કરે. પછી જેમાં સફળતા મળે તેવા કાર્યનો પ્રારંભ કરે. તાત્પર્ય કે કોઈ પણ કાર્યમાં આંધળા બનીને ન ઝુકાવે.
) અદૃઢ અનુશયવાળા - અનુશય એટલે વૈરવૃત્તિ વૈષવૃત્તિ. વૈરવૃત્તિ કે ષવૃત્તિ દૃઢ ન હોય. આથી કોઈ પોતાના ઉપર અપકાર કરે તો મનમાં ગાંઠ વાળીને અવસરે એના ઉપર અપકાર કરીને બદલો વાળવાની વૃત્તિ ન હોય. હા, પોતાનું કોઈ બગાડે તો પોતાના બચાવ પૂરતો તેના ઉપર અપકાર (શિક્ષાવગેરે) કરે એ જાદી વાત છે. દા. ત. કોઈ વ્યક્તિ ચોરી કરવા કે લૂંટવા આવે તો તેવા અવસરે પોતાના રક્ષણ માટે સામાને શિક્ષા વગેરે કરે એ બને. પણ પછી એ વાતને મનમાં રાખીને કાયમ માટે તે વ્યક્તિને હેરાન કરવાનો પ્રયત્ન ન કરે, અથવા એને જેલ ભેગો કરવાનો કે મારી નાખવાનો પ્રયત્ન ન કરે .. અથવા કોઈ બે શબ્દ ગમે તેમ બોલે તો તે આ બરોબર કહ્યું નથી વગેરે તેને તત્કાલ કહે. પણ પછી મનમાં એની ગાંઠ ન વાળે.
૭) કૃતજ્ઞતાના સ્વામી - બીજાઓએ પોતાના ઉપર નાનો પણ ઉપકાર કર્યો હોય તેને ન ભૂલે, અને અવસરે શક્તિ પ્રમાણે પ્રત્યુપકાર કરે.
૩૫૯