________________
ધર્મબિંદુપ્રકરણ
આઠમો અધ્યાય
પૂર્વના ગુણસ્થાનોમાં ન થયું હોય છે. પૂર્વના ગુણસ્થાનોમાં જે ન થયું હોય તે જ્યાં કરવામાં આવે તે અપૂર્વકરણ. આઠમા ગુણસ્થાનને અપૂર્વકરણ કહેવામાં આવે છે. કારણકે ત્યાં પૂર્વના ગુણસ્થાનોમાં ન થયા હોય તેવા સ્થિતિઘાત, રસધાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને અપૂર્વસ્થિતિબંધ એ પાંચ કરવામાં આવે છે.
ક્ષપકશ્રેણિ - અપૂર્વકરણ (આઠમું ગુણસ્થાન) પ્રાપ્ત થયા બાદ ક્ષપકશ્રેણિ થાય છે. ક્ષેપકની શ્રેણિ તે ક્ષપકશ્રેણિ. ક્ષપક એટલે ક્ષય કરનાર. શ્રેણિ એટલે ક્રમ. ઘાતિકર્મની પ્રકૃતિઓનો ક્ષય કરનાર સાધુનો મોહનીય વગેરે પ્રકૃતિના ક્ષયનો ક્રમ તે ક્ષપકશ્રેણિ.
ક્ષપકશ્રેણિમાં ક્રમ આ પ્રમાણે છે:- પરિણામ પામેલા (= એકીભાવને પામેલા) સમ્યગ્દર્શનાદિગુણવાળો, ચરમશરીરી, અવિરતિ - દેશવિરતિ - પ્રમત્તસંયત – અપ્રમત્તસંયત એ ચાર ગુણસ્થાનોમાંથી કોઈ પણ એક ગુણસ્થાને રહેલો, વૃદ્ધિ પામેલા તીવ્ર શુદ્ધ ધ્યાનથી યુક્ત મનવાળો અને ક્ષપકશ્રેણિ ઉપર ચઢવાની ઇચ્છાવાળો જીવ અપૂર્વગુણસ્થાનકને પામીને પહેલાં (૧) અનંતાનુબંધી ચાર કષાયોને એકી સાથે ખપાવવાનું શરૂ કરે છે. (૨) આ કષાયો કંઈક બાકી રહે ત્યારે મિથ્યાત્વને ખપાવવાનું શરૂ કરે.(૩) કંઈક બાકી રહેલા અનંતાનુબંધી કષાયો અને મિથ્યાત્વનો ક્ષય થઈ જાય ત્યારે ક્રમશઃ સમ્યમિથ્યાત્વ અને સમ્યક્ત્વનો ક્ષય કરે છે. ત્યાર બાદ તરત જેણે આયુષ્ય બાંધ્યું નથી તેવો જીવ સઘળા મોહને દૂર કરવા અસાધારણ સમર્થ એવા નવમા ગુણસ્થાને આરૂઢ થાય છે. ત્યાં પૂર્વ મુજબ જ પ્રતિક્ષણ વિશુદ્ધ બનતો તે કેટલાક સંખ્યાતા ભાગ ગયે છતે (૪) અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ નામના ક્રોધાદિ આઠ કષાયોનો ક્ષય કરવાનું શરૂ કરે છે. (પ) આ આઠ કષાયોનો ક્ષય થઈ રહ્યો હોય ત્યારે અધ્યવસાયવિશેષથી નિદ્રાનિદ્રા, પ્રચલપ્રચલા, સ્યાનગૃદ્ધિ, નરકગતિ, નરકાનુપુર્વી, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, એકેંદ્રિયજાતિ, કીન્દ્રિયજાતિ, ત્રીન્દ્રિયજાતિ, ચતુરિંદ્રિયજાતિ, આતપ, ઉદ્યોત, સ્થાવર, સાધારણ અને સૂક્ષ્મ એ સોળ પ્રકૃતિઓનો ક્ષય કરે છે.
(૬) ત્યાર બાદ બાકી રહેલા આઠ કષાયોનો ક્ષય થઈ જતાં જો શ્રેણિને સ્વીકારનાર પુરુષ હોય તો ક્રમશઃ નપુંસક વેદ, સ્ત્રીવેદ અને હાસ્યાદિષટ્રક અને પુરુષવેદનો ક્ષય કરે છે. જો શ્રેણિને સ્વીકારનાર નપુંસક કે સ્ત્રી હોય તો પુરુષવેદના સ્થાને પોતાના વેદને ખપાવે, અને બીજા બે વેદોમાં યથાજઘન્ય = ઉતરતી કોટિનો
૩૬૫