________________
ધર્મબિંદુપ્રકરણ
આઠમો અધ્યાય
હોય તે પ્રમાણે) પહેલાં ખપાવે છે.
(૭) ત્યાર બાદ ક્રમશઃ સંજ્વલન નામના ક્રોધ વગેરે ત્રણ કષાયોને અને બાદર લોભને નવમા ગુણસ્થાને જ ખપાવીને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાને આવે છે.
(૮) ત્યાં સૂક્ષ્મલોભને ખપાવીને જેમાં સઘળા મોહના વિકારો દૂર થઈ ગયા છે તેવી ક્ષીણમોહગુણસ્થાનની અવસ્થાનો આશ્રય લે છે, અર્થાત્ બારમા ગુણસ્થાને આવે છે. ત્યાં સમુદ્રને તરવામાં થાકી ગયેલા પુરુષની જેમ અથવા યુદ્ધના આંગણામાંથી નીકળી ગયેલા પુરુષની જેમ થાકી ગયેલો તે અંતર્મુહૂર્ત સુધી વિશ્રામ લે છે. શા માટે ? (મોનિગ્રહનચનિવાધ્યવસાતિયા) તેના અધ્યવસાયો મોહનો નિગ્રહ કરવા માટે જરા પણ ચલિત ન થાય તે રીતે (નિવા) દૃઢ થઈ ગયા છે, અર્થાત કોઈ પણ રીતે મોહને મારવો જ એવો દૃઢ નિર્ણય કર્યો છે. જો થોડો સમય આરામ કરે તો પાછું બળ આવી જાય. એટલે જેમ સમુદ્રને તરતો માણસ તરતા થાકી જાય એટલે થોડો આરામ કરીને પછી ફરી તરવાનું શરૂ કરે છે. અથવા લડાઈના આંગણામાંથી નીકળેલો યોદ્ધો થોડો આરામ કરીને ફરી લડે છે, તેમ આ મહાત્મા અંતર્મુહૂર્ત સુધી આરામ કરીને
(૯) બારમા ગુણસ્થાનકના દ્વિચરમ સમયે નિદ્રા અને પ્રચલા તથા ચરમ સમયે જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, અને દર્શનાવરણની બાકી રહેલી ચાર પ્રકૃતિ એમ ચૌદ પ્રકૃતિઓનો એકી સાથે ક્ષય કરે છે.
પણ જેણે આયુષ્યનો બંધ કરી નાખ્યો છે તે જીવ દર્શનસપ્તકનો ક્ષય કર્યા પછી આરામ કરીને બાંધ્યા પ્રમાણે આયુષ્યને ભોગવીને ભવાંતરમાં ક્ષપકશ્રેણિનું સમર્થન કરે છે, અર્થાત્ ક્ષપકશ્રેણિ માંડે છે. અહીં સૂત્રમાં અપૂર્વકરણના ઉલ્લેખ પછી ક્ષપકશ્રેણિનો ઉલ્લેખ છે તે સૈદ્ધાંતિક પક્ષની અપેક્ષાએ છે. કારણકે તેના મતે દર્શનમોહસપ્તકનો ક્ષય અપૂર્વકરણમાં રહેલો જ કરે છે. પણ કાર્મગ્રંથિક અભિપ્રાયથી તો અવિરતિ સમ્યગ્દષ્ટિ વગેરે ચાર ગુણસ્થાનોમાંથી કોઈ પણ ગુણસ્થાને રહેલો જીવ દર્શનસપ્તકનો ક્ષય કરે છે.
મોહસાગરથીનિસ્તાર - મોહ= મિથ્યાત્વમોહ વગેરે. સાગર =સ્વયંભૂરમણ વગેરે. મોહ એ જ સાગર તે મોહસાગર. તેનાથી વિસ્તાર એટલે તેના સામા કાંઠે જવું. ક્ષપકશ્રેણિ થયા પછી મોહસાગરથી નિસ્વાર થાય છે. (ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર મોહસાગરથી નિસ્તાર પામે છે. માટે અહીં ક્ષપકશ્રેણિના ઉલ્લેખ પછી મોહસાગરથી વિસ્તારનો ઉલ્લેખ કર્યો છે.)
૩૬૬