________________
ધર્મબિંદુપ્રકરણ
આઠમો અધ્યાય
આ ફળ • અપ્રમાદરૂપ સુખની પરંપરાથી થનારી ઉચ્ચ પ્રકારની ભાવશુદ્ધિથી મળે છે. સામાન્ય એટલે તીર્થંકર અને અતીર્થકર એ બંનેનું સમાન ફળ. જે કેવળ તીર્થકરને જ મળે તે વિશેષ ફળ. તેમાં અંતિમભવની પ્રાપ્તિ સામાન્ય ફળ છે. તીર્થંકરપદની પ્રાપ્તિ વિશેષ ફળ છે. (૨).
तत्राक्लिष्टमनुत्तरं विषयसौख्यम्, हीनभावविगमः, उदग्रतरसम्पत्, प्रभूतोपकारकरणम्, आशयविशुद्धिः, धर्मप्रधानता, अवन्ध्यक्रियत्वम् /રા૪૮૪ તા.
तत्र सामान्यतश्चरमजन्मनि अक्लिष्टं परिणामसुन्दरम् अनुत्तरं शेषभोगसौख्येभ्यः प्रधानं विषयसौख्यं शब्दादिसेवालक्षणम्, हीनभावविगमः जाति-कुल-विभव-वयोऽवस्थादिन्यूनतारूपहीनत्वविरहः, उदग्रतरा प्राग्भवेभ्योऽत्यन्तोच्चा सम्पत् द्विपदचतुष्पदादिसमृद्धिः, तस्यां च प्रभूतस्य अतिभूयिष्ठस्य उपकारस्य स्वपरगतस्य करणं विधानम्, अत एव आशयस्य चित्तस्य विशुद्धिः अमालिन्यरूपा, धर्मप्रधानता धर्मैकसारत्वम्, अतिनिपुणविवेकवशोपलब्धयथावस्थितसमस्तवस्तुतत्त्वतया अवन्ध्या अनिष्फला क्रिया धर्मार्थाद्वाराधनरूपा यस्य तद्भावस्तत्त्वम् ।।३।।
સામાન્ય ઉત્કૃષ્ટ ધર્મફળનું વર્ણન :
સામાન્યથી (= તીર્થકર અને અતીર્થકરના ભેદ વિના સામાન્યથી) ચરમ જન્મમાં પરિણામે સુંદર અને બીજાં ભોગસુખોથી શ્રેષ્ઠ વિષયસુખ મળે, જાતિ - કુલ - વૈભવ - વય આદિના સ્વરૂપની ન્યૂનતા ન હોય, પૂર્વભવોની અપેક્ષાએ અત્યંત ઉત્કૃષ્ટ દ્વિપદ - ચતુષ્પદ વગેરે સમૃદ્ધિ મળે, સ્વ - પરને અતિશય ઉપકાર કરવાનું થાય, આથી જ ચિત્ત વિશુદ્ધ રહે, ધર્મની પ્રધાનતા હોય, અર્થાત્ ધર્મ જ એક સારભૂત છે એવી માન્યતા થાય, અતિસૂક્ષ્મ વિવેકના કારણે સમસ્ત વસ્તુઓનું યથાસ્થિત સ્વરૂપ જાણ્યું હોવાના કારણે તેની ધર્મારાધના અને ધનોપાર્જન આદિ ક્રિયા નિષ્ફળ ન બને. (૩) • અ. ૭ સૂ. ૩૮માં રૂત્યમ સુવવૃદ્ધયા એમ અપ્રમાદરૂપ સુખનો ઉલ્લેખ છે. આથી અહીં પણ અનુવાદમાં સુખનો અપ્રમાદ રૂપ સુખ કર્યો છે. ઉચ્ચપ્રકારની ભાવશુદ્ધિ અપ્રમાદથી જ થાય. મોક્ષના આશયથી ધર્મ કરે માટે ધર્મારાધના નિષ્ફળ ન બને. ધનનો સાતક્ષેત્રમાં વ્યય કરે એથી ધનોપાર્જન નિષ્ફળ ન બને.
૩૬ ૨