________________
ધર્મબિંદુપ્રકરણ
સાતમો અધ્યાય
वचनस्य आगमस्य प्रामाण्यात् प्रमाणभावात् ।।३२।।
અશુભ પરિણામ ન થાય તો બાહચકારણથી અલ્પબંધ થાય એ પણ કેવી રીતે સિદ્ધ થાય તે કહે છે :
આગમનું પ્રમાણ હોવાથી અશુભ પરિણામ ન થાય તો બાક્ય કારણથી અલ્પ બંધ થાય એ સિદ્ધ થાય છે. (૩૨)
एतदेव भावयन्नाह - बायोपमर्देऽप्यसंज्ञिषु तथाश्रुतेः ॥३३॥४७६॥ इति ।
बायः शरीरमात्रजन्यः स चासावुपमर्दश्च बहुतमजीवोपघातरूपः तत्रापि, किं पुनस्तदभावे इति अपिशब्दार्थः, असंज्ञिषु संमूर्छनजमहामत्स्यादिषु तथा अल्पतया बन्धस्य श्रुतेः अस्सन्नी खलु पढमं (बृहत्सं० २८४) इत्यादेर्वचनस्य सिद्धान्ते समाकर्णनात्, तथाहि- असंज्ञिनो महामत्स्यादयो योजनसहस्रादिप्रमाणशरीराः स्वयंभूरमणमहासमुद्रमन वरतमालोडमानाः पूर्वको ट्यादिजीविनोऽने क सत्त्व संघातसं हार कारिणोऽपि रत्नप्रभापृथिव्यामे व उत्कर्ष तः पल्योपमासंख्येयभागजीविषु चतुर्थप्रतरवर्तिनारकेषु जन्म लभन्ते न परतः, तन्दुलमत्स्यस्तु बायोपमर्दाभावेऽपि निर्निमित्तमेवाऽऽपूरितातितीव्ररौद्रध्यानोऽन्तर्मुहूर्तमायुरनुपाल्य सप्तमनरकपृथिव्यां त्रयस्त्रिंशत्सागरोपमायुरिक उत्पद्यते इति परिणाम एव प्रधानं बन्धकारणमिति सिद्धं भवतीति ।।३३।।
આ જ વિષયને વિચારતા ગ્રંથકાર કહે છે :
કારણ કે બાહય ઘણા જીવોની હિંસા થવા છતાં અસંજ્ઞી જીવોને અલ્પ બંધ થાય છે એમ શાસ્ત્રમાં સંભળાય છે. પ્રશ્ન : અહીં સૂત્રમાં અસંજ્ઞી જીવોની હિંસાને બાક્ય કેમ કહી છે? ઉત્તર : માત્ર શરીરથી થતી હોવાના કારણે બાક્ય કહી છે. સૂત્રમાં “ઘણા જીવોની હિંસા થવા છતાં” એ સ્થળે રહેલા છતાં શબ્દનો અર્થ આ પ્રમાણે છેઃ- જો ઘણા જીવોની હિંસા થવા છતાં અલ્પ બંધ થાય છે તો ઘણા જીવોની હિંસા ન થાય તો અલ્પ બંધ થાય એમાં શું કહેવું?
પ્રશ્નઃ અસંજ્ઞીને અલ્પ બંધ થાય એ વિષે શાસ્ત્રમાં કેવું વચન છે? ઉત્તર: સત્રી વસ્તુ પઢમં (= અસંજ્ઞી (= સમૂર્છાિમ) પંચેંદ્રિય જીવો પહેલી જ નરક સુધી જાય છે, પછી નહિ) એવું વચન છે. અહીં સૂત્રનો ભાવાર્થ આ પ્રમાણે છે :- હજાર યોજન પ્રમાણ શરીરવાળા અને પૂર્વકોડ વર્ષ પ્રમાણ આયુષ્યવાળા અસંજ્ઞી મોટાં
૩૫૩