________________
ધર્મબિંદુપ્રકરણ
સાતમો અધ્યાય
માછલાં સ્વયંભૂરમણ મહાસમુદ્રને સતત ડોળ્યા કરે છે = પાણીને આમ તેમ હલાવ્યા કરે છે અને અનેક જીવોનો સંહાર કરે છે, આમ છતાં મરીને રત્નપ્રભાપૃથ્વીમાં ( પહેલી નરકમાં) જ ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આયુષ્યવાળા અને ચોથા પ્રતરમાં રહેલા નારકોમાં ઉત્પન્ન થાય છે, આગળ નહિ. (તેની આંખની પાંપણમાં ઉત્પન્ન થયેલ) તંદુલ મત્સ્ય તો બાહય (= કાયાથી) હિંસા ન કરવા છતાં નિષ્કારણ જ આત્માને અતિતીવ્ર રૌદ્રધ્યાનથી ભરીને અંતર્મુહૂર્ત જેટલું આયુષ્ય પાળીને સાતમી નરકપૃથ્વીમાં ઉત્પન્ન થાય છે અને તેત્રીસ સાગરોપમ પ્રમાણ આયુષ્યવાળો નારક બને છે.
(અહીં શરીર મોટું, આયુષ્ય ઘણું, અને શરીરથી હિંસા પણ ઘણી, છતાં મોટાં માછલાં પહેલી નરકમાં જ ઉત્પન્ન થાય છે. શરીર નાનું (ચોખાના દાણા જેટલું), આયુષ્ય અત્યંત ઓછું, અને કાયાથી હિંસાનો અભાવ છતાં સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.) આ પ્રમાણે પરિણામ જ બંધનું મુખ્ય કારણ છે એ સિદ્ધ થાય છે. (૩૩) एवं सति यदन्यदपि सिद्धिमास्कन्दति तद् दर्शयतिएवं परिणाम एव शुभो मोक्षकारणमपि ॥३४॥४७७॥ इति ।
एवं यथा अशुभबन्धे, परिणाम एव शुभः सम्यग्दर्शनादिः मोक्षकारणमपि मुक्तिहेतुरपि, किं पुनर्बन्धस्येति अपिशब्दार्थः ।।३४।।
આ પ્રમાણે સિદ્ધ થયે છતે બીજું પણ જે સિદ્ધ થાય છે તે બતાવે છે -
એ પ્રમાણે મોક્ષનું કારણ પણ શુભ પરિણામ જ છે. જેમ અશુભ બંધમાં અશુભ પરિણામ જ કારણ છે તેમ મોક્ષનું કારણ પણ સમ્યગ્દર્શનાદિ શુભ પરિણામ જ છે. “મોક્ષનું કારણ પણ” એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છેઃ- જો મોક્ષનું કારણ શુભ પરિણામ જ છે તો પછી બંધનું કારણ અશુભ પરિણામ જ હોય એમાં શું કહેવું? (૩૪).
कुत इत्याह
तदभावे समग्रक्रियायोगेऽपि मोक्षासिद्धेः ॥३५॥४७८॥ इति ।
तस्य शुभपरिणामस्याभावे समग्रक्रियायोगेऽपि परिपूर्ण श्रामण्योचितबायानुष्ठानकलापसंभवेऽपि, किं पुनस्तदभावे इति अपिशब्दार्थः मोक्षासिद्धेः, નિર્વાણનિષ્પરિતિ રૂા.
૩૫૪