________________
ધર્મબિંદુપ્રકરણ
સાતમો અધ્યાય
अशुभपरिणाम एव हिः यस्मात् प्रधान मुख्यं बन्धकारणं नरकादिफलपापकर्मबन्धनिमित्तं न तु अन्यत् किञ्चित्, तदङ्गतया तु अशुभपरिणामकारणतया पुनर्बाह्यम् अन्तःपुर-पुरादि વારનિતિ ||રૂની.
બંધહેતુના અભાવને જ વિશેષથી વિચારતા ગ્રંથકાર કહે છેઃ
કારણકે અશુભ પરિણામ જ બંધનુ મુખ્ય કારણ છે. બાહ્ય વસ્તુ અશુભ પરિણામનું કારણ હોવાથી બંધનું કારણ છે. (ભોગસાધનો અશુભકર્મબંધના હેતુ કેમ બનતા નથી તેનો ખુલાસો આ સૂત્રમાં કરવામાં આવ્યો છે.) ભોગસાધનો અશુભકર્મબંધના હેતુ બનતા નથી તેનું કારણ એ છે કે નરકાદિ ફલ મળે તેવા પાપ કર્મના બંધનું મુખ્ય કારણ અશુભ પરિણામ જ છે, નહિ કે બીજા કોઈ.
પ્રશ્ન : અંતઃપુર અને નગર વગેરે (પરિગ્રહ) અશુભકર્મ બંધનું કારણ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે ને ? ઉત્તર : અંતઃપુર અને નગર વગેરે (પરિગ્રહ) ને શાસ્ત્રમાં અશુભ કર્મબંધનું કારણ કહયું છે તે બરોબર છે, પણ કેવી રીતે કારણ છે તે સમજવાની જરૂર છે. અતઃપુર અને નગર વગેરે (પરિગ્રહ) અશુભ પરિણામનું કારણ હોવાથી અશુભ કર્મબંધનું કારણ છે. એટલે કે અશુભ પરિણામ અશુભ કર્મબંધનું કારણ છે, અને અંતઃપુર વગેરે અશુભ પરિણામનું કારણ છે. આમ અંતઃપુર વગેરે બાધ્ય વસ્તુ પરંપરાએ અશુભકર્મ બંધનું કારણ છે, સાક્ષાત નહિ. સાક્ષાત તો અશુભ પરિણામ જ અશુભ કર્મબંધનું કારણ છે. (૩૦). कुत इत्याह
तदभावे बायादल्पबन्धभावात् ॥३१॥४७४॥ इति ।
तदभावे अशुभपरिणामाभावे बायात् जीवहिंसादेः अल्पबन्धभावात् तुच्छबन्धोत्पत्तेः //રૂ9Il.
અંતઃપુર વગેરે બાહદ્ય વસ્તુ સાક્ષાત્ અશુભ કર્મબંધનું કારણ કેમ નથી તે કહે છે :
કારણ કે અશુભ પરિણામ ન થાય તો બાહ્ય જીવહિંસા વગેરેથી અલ્પ બંધ થાય. (૩૧) एतदपि कथमित्याह
वचनप्रामाण्यात् ॥३२॥४७५॥ इति ।
'૩૫ર